Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતમાં હોમ ક્વોરોન્ટાઇનનો ભંગ બદલ 25 હજારનો દંડ ફટાકરાયોઃ

અત્યાર સુધીમાં કુલ 6 વ્યક્તિઓને દંડ કરાયો

સુરતઃ કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે સુરત મહાનગરપાલિકાએ આશરે 4 હજારથી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખ્યા છે. જે તમામને ઘરથી 10 મીટરની અંદર જ રહેવાની સૂચના આપવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ 10 મીટરથી વધુ દૂર જાય તો મહાનગરપાલિકાને ખ્યાલ આવી જાય છે. કારણ કે મહાનગરપાલિકએ એપ બનાવી છે. જે એપ્લિકેશન જે તે વ્યક્તિના મોબાઇલમાં ડાઉન લોડ કરી દેવામાં આવે છે. જેના આધારે મોનેટરિંગ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં આવી પાંચ વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે. આજે મંગળવારે વધુ એકને રૂ. 25 હાજરનો દંડ કરવામાં આવ્યો છે.

(10:10 pm IST)