Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કાલે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાશે : રૂપાણીનો પહેલરૂપ અભિગમ

લોકડાઉન -કોરોનાની કામગીરીમાં રુકાવટ કે બાધા ના આવે તેવા અભિગમ સાથે સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાશે

અમદાવાદ :મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીનો કોરોના વાયરસ કોવીડ 19ની પ્રવર્તમાન સ્થિતીમાં મહત્વપૂર્ણ અને દેશભરના રાજ્યોમાં પહેલ રૂપ અભિગમ જોવાયો છે

 

 હાલની સ્થતિમાં રાજ્યની પ્રજાના હિતકારી નિર્ણયોમાં કોઈ રૂકાવટ કે  બાધ ના આવે તેવા જનહિત અભિગમ સાથે વર્તમાન કોરોના વાયરસની સ્થિતિમાં સોશીયલ ડિસ્ટન્સ જાળવીને વીડિયો કોન્ફરન્સથી કેબિનેટ યોજવાનો મુખ્ય મંત્રીએ નિર્ણંય કર્યો છે

 આવતી કાલે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે.મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રીમંડળના મંત્રીઓ સાથે જોડાશે.

રાજ્યના મંત્રીઓ પોતાના જિલ્લાની કલેકટર કચેરીમાં હાજર રહી મુખ્ય મંત્રી  સાથે  વીડિયો કોન્ફરન્સથી કેબિનેટમાં જોડાશે
 વિજય ભાઈ રૂપાણીના ટેકનો સેવી અભિગમ અને ટેકનોલોજીના સરકારમાં મહત્તમ વિનિયોગના દ્વષ્ટિવંત આયોજનમાં કેબીનેટ બેઠક  આધુનિક કોમ્યુનિકેશન વીડિયો કોન્ફરન્સથી  પ્રથમ વાર યોજાઈ રહી છે

(9:01 pm IST)