Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગુજરાતમાં ૪૫.૭૪ લાખ લીટર દૂધનું થયેલ વિતરણ

ગુજરાતમાં લોકડાઉનના સાતમાં દિવસે પગલા : મુશ્કેલ સ્થિતિમાં કોઇને તકલીફ નહીં પડે તે હેતુસર તમામ જરૂરી પગલા : ૧૧૮૫૨૦ ક્વિન્ટલ શાકભાજી માર્કેટમાં

નવી દિલ્હી, તા. ૧૧  : ગુજરાતભરમાં કોરોના વાયરસના પરિણામ સ્વરુપે લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનના સાતમાં દિવસે આજે મોટાપાયે જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે માહિતી આપતા કહ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં દૂધ, શાકભાજી સહિતના આવશ્યક પુરવઠાની પર્યાપ્ત ઉપલબ્ધતા કરવામાં આવી રહ છે. મુખ્યમંત્રીના સચિવે પુરવઠાની માહિતી આપતાં જણાવ્યું કે, લોકડાઉનના સાતમા દિવસે-મંગળવારે સવારે રાજ્યમાં ૪પ.૭૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. લાખ ૧૮ હજાર પર૦ કવીન્ટલ શાકભાજી અને ૧૭૭૦૭ કવીન્ટલ ફળફળાદિ રાજ્યની માર્કેટમાં આવ્યા છે. તેમાં બટેટા ૩૦૬૭૪ કવીન્ટલ, ડુંગળી ૩ર૮૦૪ કવીન્ટલ, ટમેટા ૮૭૯ર કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી ૪૬ર૪૯ કવીન્ટલ છે.

       ફળફળાદિમાં જોઇએ તો સફરજન પ૪૩ કવીન્ટલ, કેળાં ૭૭૭ કવીન્ટલ અને અન્ય ફળો ૧૬૩૮૬ કવીન્ટલ ઉપલબ્ધ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. રાજ્યમાં હાલની લોકડાઉનની સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિઃસહાય અને એકલવાયું જીવન જીવતા લોકોને ખાવા-પીવાની સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે સ્વૈચ્છિક સેવા સંગઠનોના સહયોગથી વિનામૂલ્યે ભોજન-ફૂડપેકેટસનું વિતરણ રૂ કર્યુ છે. આવાં કુલ ૧ર લાખ પ૯ હજાર ફૂડપેકેટસ અત્યાર સુધીમાં વિતરીત થયા છે તેની વિગતો અશ્વિનીકુમારે આપી હતી. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં નાગરિકોને મુશ્કેલીમાં સહાયરૂ થવા સ્ટેટ કંટ્રોલરૂમની હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. હેલ્પલાઇન પર અત્યાર સુધીમાં કુલ ૯૦૦૪ જેટલા કોલ્સ વિવિધ સહાયતા માટેના મળ્યા છે તેમાં ૧૦૭૦ને ૧પ૬૧ તેમજ જિલ્લા હેલ્પલાઇન ૧૦૭૭ને ૭૪૪૩ કોલ્સ મળેલા છે.

       મુખ્યમંત્રીના દિશાનિર્દેશ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારનું વહીવટીતંત્ર લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતિમાં નાગરિકો અને પ્રજાજનોને કોઇ તકલીફ પડે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે. જીવન રૂરી ચીજવસ્તુઓ રૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવા સ્વૈચ્છિક સંસ્થાઓ પણ સેવામાં લાગેલી છે. સ્વૈચ્છિક સેવા સંગઠનો પણ વિના મુલ્યે ભોજન અને ફુડ પેકેટ્સનું વિતરણ કરી રહ્યા છે. કન્ટ્રોલ રુમની મદદથી પણ લોકોને ઓળખી કાઢીને રૂરીચીજવસ્તુઓ પહોંચાડવામાંઆવી રહી છે. શેડ બનાવવા માટે પણ નાણાં આપવામાં આવ્યા છે.

વિવિધ ચીજોનું વિતરણ

મંગળવારના દિવસે આંકડા શું રહ્યા

અમદાવાદ, તા. ૩૧ : મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે આજે અનેક મહત્વની માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સોમવારે પણ સેવા જારી રહી હતી. આજે કઇ ચીજોનું કેટલું વિતરણ થયું તે નીચે મુજબ છે.

દૂધનું વિતરણ

૪૫.૭૪ લાખ લીટર

ક્વિન્ટલ શાકભાજી માર્કેટમાં

૧૧૮૫૨૦ ક્વિન્ટલ

ફળફળાદી માર્કેટમાં

૧૭૭૦૭ ક્વિન્ટલ

બટાકા માર્કેટમાં

૩૦૬૭૪ ક્વિન્ટલ

ડુંગળીનો જથ્થો માર્કેટમાં

૩૨૮૦૪ ક્વિન્ટલ

ટામેટાનો જથ્થો માર્કેટમાં

૮૭૯૨ ક્વિન્ટલ

લીલાશાકભાજી માર્કેટમાં

૪૬૨૪૯ ક્વિન્ટલ

સફરજન માર્કેટમાં

૫૪૩ ક્વિન્ટલ

કેળા માર્કેટમાં

૭૭૭ ક્વિન્ટલ

અન્ય ફળો માર્કેટમાં

૧૬૩૮૬ ક્વિન્ટલ

વિવિધ સહાય માટે કોલ મળ્યા

૯૦૦૪

ફુડ પેકેટોનું વિતરણ

૧૨.૫૯ હજાર

(8:49 pm IST)