Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતના 28 વર્ષીય યુવકને લોકલ ટ્રાન્સમિશનના કારણે કોરોના થયો

32 વિદેશથી કોરોનાગ્રસ્ત : 4 કેસ આંતર રાજ્ય ટ્રાવેલિંગના અને 38 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે

અમદાવાદ : રાજ્યમાં કુલ 74 કોરોના પોઝિટિવ કેસ છે ગુજરાતમાં કોરોના પોઝીટીવ આવેલા લોકોમાં 32 કેસ એવા છે જેઓ વિદેશથી જ કોરોનાગ્રસ્ત થયેલા છે જ્યારે 4 કેસ આંતરરાજ્યના ટ્રાવેલિંગ દરમિયાન કોરોનાનો ભોગ બન્યા છે. જ્યારે 38 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. આ આંકડાઓ પરથી સાબિત થયું છેકે જેટલો કોરોના બહારથી આવેલા લોકોથી નથી ફેલાયો તેના કરતા વધુ લોકલ ટ્રાન્સમિશનના કારણે ફેલાયો છે .તો તંત્ર તરફથી આજે હેલ્પ લાઇન નંબર 1100 કાર્યાન્વિત કરાયો છે.

(8:12 pm IST)