Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતના વધુ એક કોરોના પોઝિટિવ : રાજ્યમાં કુલ 74 કોરોના પોઝિટિવ કેસ

સુરતના 28 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : રાજ્યમાં 74 કોરોના પૈકી 60 લોકોની હાલત સ્થિર : 2ની હાલત ગંભીર : વેન્ટિલેટર પર રાખ્યા

અમદાવાદ : આજે સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે સુરતના 28 વર્ષના યુવાનનો રીપ્રોત પોઝિટિવ આવ્યો છે આ સાથે રાજ્યમાં 74 કેસ પોઝિટીવ કેસો નોંધાયા છે. હાલમાં બે દર્દીઓ વેન્ટીલેટર પર છે.

 કોરોના અંગે આરોગ્ય સચિવ જંયતી રવીએ પ્રેસ કોન્ફોરન્સમાં માહિતી આપી છે. વડોદરાનાં એક યુવાનને હોસ્પિટલમાંથી રજા આપી છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છેકે આજે માત્ર એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જેથી હવે ગુજરાતમાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 74 પર પહોંચી છે. 74 કોરોના પોઝીટીવમાંથી માત્ર 2 વ્યકિતને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. આજે આવેલો પોઝીટીવ કેસ સુરતનો છે.

સુરતના 28 વર્ષીય યુવકને લોકલ ટ્રાન્સમીશનના કારણે કોરોના થયો છે. જ્યારે અન્ય 60 લોકો જે કોરોના પોઝીટીવ છે તેમની હાલત હાલમાં સ્થિર છે..અત્યારસુધીમાં તંત્ર દ્વારા 18078 લોકોને હોમ કોરન્ટાઇન કરાયા છે. તો તંત્રએ અત્યારસુધીમાં કુલ 1520 ટેસ્ટ કર્યા છે..જેમાંથી 1436 કેસ નેગેટીવ આવ્યા છે. જ્યારે 74 કેસ પોઝીટીવ આવ્યા છે.-જ્યારે 10 ટેસ્ટ પેન્ડીંગ છે.

(8:11 pm IST)