Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજપીપળા : સોસીયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની ધરપકડ: કહ્યું ભૂલથી સેન્ડ થઈ ગયું !!

અડધો વિડિઓ જોયો ને કોમેન્ટ લખી પણ સેન્ટ થઈ ગયું મારો કોઈ એવો ઈરાદો નહોતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા માં એક સોસીયલ મીડિયા ગ્રુપ માં અભદ્ર લખાણ લખવા બદલ એલ.સી.બી નર્મદા એ યુવાન વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. જો બાદ પોલીસે આ યુવાન ની ધરપકડ કરતા યુવાને ભૂલથી પોસ્ટ થઈ ગઈની વાત કરી હતી પરંતુ આઈ.ટી હેઠળનો ગુનો હોય પીઆઇ આર.એન ડામોરે કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેને જામીન મળ્યા હતા.

  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા વોટ્સએપ પર સોસીયલ મીડિયા માં એક વોટ્સએપ ગૃપમાં મેમ્બર એવા જીજ્ઞેશ વસાવા પોતાના 9913274298 નંબર એડ કરેલ છે. હાલ કોરોના ને લઈને સોસીયલ મીડિયા પર આવેલ અપડેટ્સ ને લઈને જીગ્નેશ વસાવા એ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેને લઈને તેની વિરુદ્ધ LCB PSI સી.એમ ગામીત ફરિયાદી બની કોમી એખાલસ તોડવા તેમજ જાતિય વર્ગ-વિગ્રહ ધાર્મિક લાગણી દુભાવવાના ઇરાદાથી પોસ્ટ કરી ગુનો કર્યો એ બાબતની ફરિયાદ નોંધી હતી.

  આ ફરિયાદ ને આધારે પોલીસે જીગનેશ વાસવાની ધરપકડ કરી હતી. આ જીગ્નેશ વસાવા મૂળ વિરપોર ગામનો છે અને હાલ રાજપીપળા ખાતે રહે છે જેની ધરપકડ કરી પોલીસે પૂછપરછ કરતા જીગ્નેશે ભૂલથી પોસ્ટ કરી હોવાનું કબુલ્યું અને એનો કોઈ એવો ઈરાદો નહોતો તેવી વાત કરી હતી.બાદમાં કોર્ટ માં રજુ કરતા તેનો જામીન પર છુટકારો થયો હતો.

(7:34 pm IST)