Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જીલ્લા આરોગ્ય વિભાગ અને વહિવટી તંત્ર દ્વારા જિલ્લા પંચાયત અમદાવાદ ખાતે મેડીકલ કેમ્પ યોજાયો

કોરોના વાયરસ સંક્રમણ અટકાયતી પગલાના ભાગરૂપે મેડીકલ કેમ્પનું આયોજન કરાયુ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: જીલ્લા પંચાયત અમદાવાદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સતિષ મકવાણાની સુચના અને જીલ્લા આરસીએચઓ ડૉ ગૌતમ નાયક, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ચિંતન દેસાઇના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસની મહામારી અટકાયત પગલાના ભાગરૂપે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

  આ કેમ્પમાં અધિકારીઓ, કર્મચારીઓનું થર્મલ ગનથી સ્ક્રિનીંગ કરીને આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જરૂરીયાત મુજબ સ્થળ પર જ સારવાર આપવામાં આવી અને કોરોના વાયરસથી બચવા માટે વારંવાર સાબુથી હાથ ધોવા, ખાંસી કે છીંક ખાતી વખતે રૂમાલથી મોઢુ ઢાંકવુ, હાથ મિલાવવા ના બદલે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નમસ્કારનો ઉપયોગ કરવો, જાહેરમાં થૂકવું નહીં અને ખાસ ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ. તાવ, ખાંસી, કફ, વહેતું નાક, ગળાનો દુખાવો, શ્વાસની તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી ધ્રુજારી જેવા લક્ષણો જોવા મળે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઇએ તેવું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યુ હતુ. કોરોના વાયરસથી બચવા માટે આટલુ કરો, આટલુ ન કરો નું આઇઇસી એક્ટીવીટી દ્વારા નિદર્શન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

(7:30 pm IST)