Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનના કારણોસર થયેલ લોકડાઉનમાં ચાલીમાં રહીને રોજે રોજનું ગુજરાન ચલાવતા લોકોની હાલત કફોડી બની

મહેસાણા: પોલીસ હેડક્વાટર્સને અડીને આવેલ પટેલની ચાલીમાં ગરીબ પરિવારો વસવાટ કરે છે. કોરોનાના પગલે કરાયેલા આકસ્મિક લોકડાઉનથી પરિવારોની હાલત કફોડી બની છે. પોલીસ લાઈન હોવાથી અહીં કોઈ ગરીબ પરિવાર વસવાટ નહી કરતો હોવાથી પરિવારો પર કોઈનું ધ્યાન ગયું હતું. જોકે સ્થાનિક યુવતિએ સેવાભાવી યુવકો મોબાઈલ પર સંપર્ક સાધતા ૨૧ પરિવારોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

મહેસાણામાં કોરોનાના સંક્રમણને રોકવા પાંચ દિવસ પૂર્વે લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન પગલે મધ્યમ સહિત ગરીબ પરિવારો પરેશાન થઈ ઉઠયા છે. મહેસાણાના કેટલાય વિસ્તારોમાં ગરીબ પરિવારો માટે સામાજીક આગેવાનો-યુવાનો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના પોલીસ હેડક્વાટર્સ અને હીરાનગર ચોક નજીક પટેલની ચાલી આવેલી છે. ચાલીમાં ૨૧ જેટલા ગરીબ પરિવારો વસવાટ કરે છે. પરિવારો છેલ્લા પાંચ દિવસથી લોકડાઉન પગલે ભોજન સહિતની સમસ્યાથી પિડાઈ રહ્યા હતા. ત્યારે ભોજન માટે સામાજીક કાર્ય કરતા યુવકોનો સંપર્ક સાધતા યુવકો દ્વારા ત્વરીત ચાલીમાં પહોંચી ભોજનની વ્યવસ્થા કરાઈ હતી.

(5:51 pm IST)