Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નડિયાદમાં એક્ટિવા સાથે નીકળેલ યુવતીએ પોલીસ કર્મીઓ સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

નડિયાદ: શહેરમાં ટુવ્હીલર લઇને નીકળેલી એક યુવતીનો પોલીસ સાથેના ઉદ્ધતાઇભર્યા વર્તનનો વિડિયો ટોક ઓફ ટાઉન બન્યો છે. વિડીયોને અત્યાર સુધી બે લાખ લોકોએ જોયો છે. બનાવમાં પોલીસે યુવતીનું વાહન ડીટેઇન કર્યા બાદ કોઇ રાજકીય વગને કારણે યુવતીને છોડી દીધી હોવાનું જાણવા મળ્યું છે

ખેડા જિલ્લામાં લોકડાઉનના પગલે વહીવટીતંત્ર દ્વારા ટુ-વ્હીલર વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પરંતુ ઠેર ઠેર નગરજનો દ્વારા ફરમાનનું રોજેરોજ ઉલ્લંધન થતું હોવાનું જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા સોશીયલ મીડીયા, ન્યુઝપેપર અને વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા ટુ વ્હીલર લઇને રોડ પર નીકળવા જાહેરાત કરાઇ છે. તેમ છતાં ગઇકાલે નડિયાદની બે યુવતીઓ એક્ટીવા લઇને બહાર નીકળ્યા હતા.  

(5:50 pm IST)