Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ખેડા જિલ્લામાં સરકારી ગોડાઉનમાંથી અનાજના જથ્થાની ચોરી કરી કાળા બજાર થતું હોવાનું રેકેટ ઝડપી પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી

ખેડા:જિલ્લાના નડિયાદ ખાતે સરકારી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ચોરીને કાળા બજાર કરવાનું રેકેટ બહાર આવ્યું છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અનાજ માફિયા લોક ડાઉનલોડમા મજબૂરીનો લાભ ઉઠાવીને અવાવરૂ સ્થળે આવેલા સરકારી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ચોરતા હતા અને બ્રાન્ડેડ માર્કો મારીને બારોબાર વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રૂ. 3.09 લાખનો મુદ્દામાલ કબજે કરીને ત્રણની ધરપકડ કરી છેઅનાજ કૌભાંડની માહિતી નડિયાદના DySP જી.એસ.શ્યાન આપી હતી.

(5:49 pm IST)