Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતની સ્થાનિક શાક માર્કેટમાં રાત્રીના સમયે લોકોએ એકઠા થઇ ટ્રાફિક જામ કરતા હજારો લોકો ભેગા થયા

સુરત: શહેરની સ્થાનિક શાક માર્કેટ બાદ હવે એપીએમસી માર્કેટ કોરોના માટે જીવતા બોમ્બ જેવી બની ગઈ છે. સુરતની એપીએમસી માર્કેટમાં ગાડીના સમયમા બદલાવ કરતાં ગત રાત્રીએ વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં હજારો લોકો ભેગા થયાં હતા. પોલીસે ભીડને દુર કરવા માટે દંડાવાળી કરી હતી. વિસ્તારમાં લોક ડાઉનનો કડક રીતે અમલ થતાં કોરોનાનો ભય સુરતીઓમાં વધી રહ્યો છે

સુરતની એપીએમસી માર્કેટમાં રાત્રીના 8થી 11 વાગ્યા સુધી વાહનોની એન્ટ્રીની વાતથી ગઈ કાલે રાત્રે સરદાર માર્કેટથી, આઈ માતા ચોક, પરવટ પાટિયા સુધી દોઢેક કિલોમીટરના વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયું હતું

માર્કેટનો એક ગેટ ખોલાતા વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં હજારો લોકો ભેગા થયાં હતા. એપીએમસી માર્કેટ નજીક ટ્રાફિક જામની ફરિયાદ મળતાં પોલીસ દોડી ગઈ હતી. લોક ડાઉન અને 144ની કલમનો અમલ કડકાઈથી કરવામાં નહીં આવતાં એપીએમસી માર્કેટ વિસ્તારમાં ગઈકાલે રાત્રે સ્થિતિ વણસી ગઈ હતી.  

(5:47 pm IST)