Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

હોમ કવોરન્ટાઇનવાળા સાથે ભેદભાવ ન રાખતા, તે કોરોનાના દર્દી નથી

પ્રજાજનોને ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયાની અપીલ

રાજકોટઃ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવાસિયાએ હોમ કવોરન્ટાઇનવાળા (ઘરમાં અલાયદા) લોકો સાથે ભેદભાવપુર્ણ વ્યવહાર ન કરવા અનુરોધ કર્યો છે. તેમણે પ્રજાજનો જોગ અપીલમાં જણાવ્યુ઼ છે કે કોરોનાની મહામારીને કારણે સરકારે કેટલાય લોકોને હોમ કવોરન્ટાઇન કર્યા છે જે વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસ દેખાયા તે વિસ્તારમાંથી તેઓ આવે છે. આપણા જિલ્લામાં આવા લોકોના  હાથ પર સિક્કા મારેલા છે તેમને કેટલા દિવસ કવોરન્ટાઇનમાં રહેવાનું છે તે તે દર્શાવેલ છે. હોમ કવોરન્ટાઇન એ પુર્વ સાવચેતીના ભાગરૂપનું પગલું છે. તે લોકો કોરોનાની દ્રષ્ટિએ શંકાસ્પદ છે પણ કોરોનાના દર્દી નથી. આ આપણા જ નાગરીકો છે. તેમની નિયમીત તબીબી તપાસ થઇ રહી છે. જો કોરોના જેવા કોઇ લક્ષ્ણ દેખાય તો તેમને તાત્કાલીક હોસ્પીટલમાં ખસેડી સારવાર આપવાની વ્યવસ્થા છે. હોમ કવોરન્ટાઇનના કોઇ દર્દી સાથે કોઇએ ભેદભાવપુર્ણ વ્યવહાર કરવો નહી કે તેમની બાબતે ગભરાટ રાખવો નહી.

(3:59 pm IST)