Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોનાથી કંટાળો નહિં, આ જંગ છે, આપણે કોઇ પણ ભોગે જીતવુ જ છે

કોરોના વાયરસના આક્રમણ સમયે રાજકોટ-સુરત અને અમદાવાદ સહિતના લોકોને પોલીસનું એક અલગ જ સ્વરૂપ પ્રથમવાર જોવા મળ્યું : કચ્છ-ભુજ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેન્ડ વાજા સાથે દેશભકિત ગીતોની રમઝટથી લોકો તાનમાં આવી ગયાઃ રાજકોટ પોલીસનો વિડીયો લોકો ખુબ જ પસંદ કરી રહયા છે, અમદાવાદમાં પોલીસ અધિકારીઓ માઇકમાંથી સૂચના આપવા સાથે જોમ જુસ્સાવાળા ગીતો પણ લલકારી રહયા છે

રાજકોટ, તા., ૩૧: કોરોના વાયરસ સંદર્ભેના એકવીસ દિવસના લોકડાઉનના કારણે કંટાળેલા લોકો ઘરબહાર નિકળવા માટે બે ટમેટા લેવાના બ્હાના કરતા હોય છે તો ઘણા કિસ્સાઓમાં ખુબ જ વ્યાજબી કારણો હોય છે પોલીસ લોકડાઉનના સખત અમલ માટે લોકોને રોકતા હોય છે આને પરીણામે લોકો અને પોલીસ વચ્ચે બીન જરૂરી ઘર્ષણ થવા સાથે લોકોમાં પણ ઘરમાં રહી ખુબ જ નિરૂત્સાહ થઇ રહયા છે. આવા સંજોગોમાં લોકોને કોરોના વાયરસની સ્થિતિને યુધ્ધ જેવી સ્થિતિ ગણી અને આ જંગ કોઇ પણ પ્રકારે જીતવો છે તે માટે પ્રેરીત કરવા કચ્છ-ભુજના બોર્ડર રેન્જ વડાના માર્ગદર્શન હેઠળ કચ્છ પશ્ચિમના એસપી સૌરભ તોલંબીયાએ લોકોમાં દેશભકિતની ભાવના જગાડવા અને કોરાનાથી કંટાળવાના બદલે તે સામે ઘરમાં રહી લડવા માટે પ્રોત્સાહીત કરવા પોલીસના જવાનો અને અધિકારીઓ કે જેઓ વાજીંત્રોનું જ્ઞાન ધરાવે છે તેઓને વિવિધ વિસ્તારોમાં દેશભકિતના ગીતોની રમઝટ સાથે નિકળતા લોકો પણ ઘરની બાલ્કનીમાંથી તાળીઓ વગાડી પોલીસના આવા કાર્યને વખાણી દેશભકિતના ગીતોમાં સુર પુરાવી રહયા છે.

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ટીમ દ્વારા પણ લોકોને મનોરંજન પુરી પાડી જાગૃત કરવા માટે ખાસ વિડીયો  ગીત તૈયાર કરાયું છે. જે વિડીયો પણ લોકોમાં વાયરલ બનવા સાથે લોકો ખુબ જ પસંદ કરી રહયા છે. આ ગીતમાં મનોરંજનના પડીકામાં જ્ઞાન પણ પીરસાયું છે.

અમદાવાદમાં  તો પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા અને સ્પે. પોલીસ કમિશ્નર  અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળની પોલીસ ટીમ માઇકમાંથી લોકોને ઘરમાં રહેવાની સુચના આપવા સાથે માઇકમાંથી દેશભકિતના અવનવા ગીતો ગાઇ લોકોને આ જંગ જીતવા પ્રોત્સાહીત કરી રહયા છે. આમ કોરોના વાયરસના વિશ્વ વ્યાપી આક્રમણ સમયે પોલીસનું એક નવુ જ સ્વરૂપ લોકોને જોવા મળી રહયું છે.

(12:54 pm IST)