Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રાજ્યમાં કોરોનાને ફેલાતો અટકાવવા લોકલ ટ્રાન્સમિશન પર વહીવટી તંત્રનું ફોક્સ : કડક અમલ કરાવવા આદેશ

દૂધની ડેરી, કરિયાણાની દુકાન, દવાની દુકાનોને આંશિક સમય ખુલ્લી રાખવામાં આવે

અમદાવાદ : રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે વકરી રહેલા કોરોનાને નાથવા લોકલ ટ્રાન્સમીશન પર સરકારી તત્રં ફોકસ કર્યુ છે. મહાનગરોમાંથી ગ્રામિણ વિસ્તારમાં કોરોના પ્રસરે તો ભયજનક  સ્થિતિનું નિર્માણ નિિત છે. આ ભયના ઓથાર હેઠળ રાય સરકારના વહીવટીતંત્રએ લોકલ ટ્રાન્સનીશનને રોકવા એડીથી ચોટીનું જોર લગાવી રહી છે.

  ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને લઈ સરપંચને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર કરીને આવેલા લોકોને લોકડાઉનનો કડક અમલ કરાવવામાં આવે તેવી તાકિદ કરવામાં આવી છે.
  ગ્રામિણ જનજીવનને અસર ન થાય તે માટે ગ્રામિણ વિસ્તારમાં સવારે ૭થી ૧૦ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય દૂધની ડેરી, કરિયાણાની દુકાન, દવાની દુકાનોને આંશિક સમય ખુલ્લી રાખવામાં આવે તેવી તૈયારીઓ અને અમલ થઈ રહ્યો છે.

 રાજ્યમાં લોકલ ટ્રાન્સમીશન અટકાવવા માટે લોકડાઉન એકમાત્ર ઈલાજ છે. આ લોકડાઉનમાં લોકો જુદા જુદા પ્રયોગ કરીને બહાર નીકળે છે. તેની સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. રાયના ડીજીપી શિવાનદં ઝાએ જણાવેલ કે, ખિસ્સામાં બે ટમેટા નાખીને રખડવા નીકળવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 લોકડાઉનનો ભગં કરનાર સામે કલમ ૧૪૪, ૧૮૮ અને એપીડેમિક એકટની વિવિધ કલમોના ભંગની કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. રાયમાં લોકલ ટ્રાન્સમિશન અટકાવવા શામ-દામ-ભેદ અને દડં સુધીના પગલાં લેવા વહીવટીતત્રં તૈયાર છે.

(11:48 am IST)