Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિમાં 21 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો

ગાંધીનગરના સ્વામિનાયણ ધામ,ઉત્તર વિભાગના 500 બેડ, લાઈટ, પંખા, ગાદલા, પલંગ ,જમવાની સગવડ સાથે ક્વોરેન્ટાઇન માટે આપશે:: હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર

 

અમદાવાદ : કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે દેશભરમાં લોકડાઉંનની સ્થિતિ છે અને મહામારીના કેસ સતત વધતા રહ્યાં છે આફતનો સામનો કરવા સમગ્ર તંત્ર દિવસ રાત કાર્ય કરી રહયું છે ત્યારે કોરોના સામે લડતમાં સહયોગ કરવા સ્વામિનાયણ મંદિર વાસણા સંસ્થાના વડા ગુરુવર્ય પૂ,સત્યસંકલ્પ સ્વામીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ સર્વોપરી સિદ્ધાંત દિગ્વિજય ટ્રસ્ટ તરફથી 21 લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કરાયો છે

 સાથે કોરોના સામે લડતમાં ગાંધીનગરમાં સ્વામિનારાયણ ધામ,ઉતારા વિભાગમાં 500 બેડ ,લાઈટ, પંખા,ગાદલા, પલંગ તેમજ જમવાની સગવડ સાથે ક્વોરેન્ટાઇન માટે અને સંસ્થાની સ્વામિનારાયણ હોસ્પિટલમાં 10 બેડનો વિભાગ આઇસોલેશન માટે જયારે જરૂર પડે ત્યારે વહીવટી તંત્રના સહયોગમાં તૈયાર રાખેલ છે

  ઉપરાંત જરૂરિયાતમંદો માટે રોજ ફૂડ પેકેટ તથા જમવાની વ્યવસ્થા અને સમગ્ર ગુજરાતના મંદિરો દ્વારા સર્વે કરાવી જરૂરિયાત મંદોને એક મહિનાનું સીધું સમાન તૈયાર કરાવી વિતરણ કરે છે

 સંસ્થાના સંતો અને હરિભક્તો ભગીરથ અકરીમાં ખડેપગે સેવા આપી રહ્યાં છે સવારે પુરી શાકની ફૂડ પેકેટ અને સાંજે ખીચડી કઢીનું વિતરણ કરાઈ રહ્યું છે

 પૂ, સ્વામીશ્રી ઓનલાઇન સભા દ્વારા સરકારના આદેશનું પાલન કરવા,ક્યાંય બહાર નહીં નીકળવા,અનાજ કરિયાણું વગેરેનો સંગ્રહ નહીં કરવા અને નાના લોકોની ખાસ ચિંતા સેવવા અનુરોધ કરી રહ્યાં છે

 

(12:46 am IST)