Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરત મનપા દ્વારા વિદેશથી આવેલા 235 શંકાસ્પદ લોકોની યાદી જાહેર :પ્રધાનપુત્રનો પણ સમાવેશ

નામ અધુરા હોવાથી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો

 

સુરતઃ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સુરત પાલિકાએ 15 ફેબ્રુઆરી પછી વિદેશ પ્રવાસથી આવેલા 235 જેટલા શંકમંદને શોધી રહી છે.

સુરત પાલિકામાં એક બેઠક મળી હતી ત્યારબાદ પાલિકા કમિશનરે આજે વિદેશથી આવેલા અને મળી આવ્યા હોય તેઓના નામ સાથેની યાદી વેબ સાઈટ, અખબારી જાહેરાત સહિત અન્ય માધ્યમથી જાહેર કરી છે. જોકે, સરકાર તરફથી વિદેશ પ્રવાસની યાદી આપવામાં આવી છે. તેમાં નામ અધુરા હોવાથી તંત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.

કામગીરીમાં લોકો, સ્થાનિક રાજકીય આગેવાન, રાજકીય પાર્ટીના નેતાઓ તેમજ સરકારના મંત્રીઓને સહકાર મળી રહે તો ચોક્કસ પણે વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામેની લડાઇ જીતીશું. અંગે કોંગ્રેસ દ્વારા એવું રજૂઆત થાય છે કે  સુરત મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીએ સમાચાર પત્રોમાં વિદેશથી આવેલા તેઓ સંદિગ્ધ COVID-19ના વાહકો હોય શકે છે અને તેઓ સેલ્ફ ડેક્લેરેશનથી આજદીન સુધી જાણ કરેલ નથી. એવા લોકોની એક યાદી પ્રસિધ્ધ કરેલી છે.
  
તમામ લોકો વિદેશથી આવી આજદિન સુધી કેટલી જગ્યાએ ગયા હશે અને કોનેકોને મળ્યા હશે તે પણ ડિક્લેર કરેલી નથી. તેમાં 45 નંબર પર પ્રદ્યુમન ગણપતસિંહ વસાવા નામ છે. પ્રદ્યુમન વસાવા ગુજરાત સરકારના મંત્રી ગણપત વસાવાના પુત્ર છે તેઓ અમેરીકાથી આવેલ હોય, પ્રદ્યુમન વસાવા તેઓના ઘરે ગયા હોય તો રાજ્યના મંત્રી ગણપતભાઇ વસાવાએ પોતાની નૈતિક જવાબદારી સમજી પુત્રની જાણકારી સુરત મહાનગરપાલિકાને આપવાની હોય અને સરકારી તંત્રને સહકાર પુરો પાડાવાને બદલે સમગ્ર કિસ્સાને સગેવગે કરી દીધો.

   પ્રદ્યુમન વસાવા પોતાના ઘરે ગયા બાદ ઘરના સભ્યોની સાથે આટલો સમય વિતાવ્યો છે જેથી મારી આપશ્રીને વિનંતી છે કે આપશ્રી તાત્કાલિક અસરે પ્રદ્યુમન વસાવા અમેરીકાથી આવ્યા બાદ કોનેકોને મળ્યા તેવા તમામ લોકોને અને મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાને પણ 14 દિવસ માટે હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવું જોઇએ. પ્રદ્યુમન વસાવાએ બેદરકારી દાખેલ છે જેથી તેઓ પર કાયદેસરના પગલા ભરશો.

(12:34 am IST)