Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

અમદાવાદ સહિત પ શહેર હોટસ્પોટ : સઘન સર્વેલન્સ

ક્લસ્ટર કન્ટેઇન્ટ સ્ટ્રેટેજી પ્રોટોકોલ મુજબ તપાસ : પાંચ કિમી વિસ્તારને બફર ઝોન તરીકે ગણી ટ્રિટ કરાશે

નવી દિલ્હી, તા. ૧૧ : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરને કોરોના માટે હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. આ હોટ સ્પોટ આસપાસના પાંચ કિલોમીટરના વિસ્તારમાં બફર ઝોનની પણ વાત કરવામાં આવી છે. આ તમામ વિસ્તારોમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જ્યંતિ રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ કેસો મળ્યા છે તેને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટૉકોલ મુજબ સઘન સર્વેલન્સ હાથ ધરાયુ છે. જે વિસ્તારમા પોઝીટીવ કેસ નોંધાયા છે તેના ૩ કી.મીના પરિઘમા ક્લસ્ટર તરીકે ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સ કરાશે. એ જ રીતે  હોટ સ્પોટ નિયત કરાયા છે તેની પરીઘમા આવતા પાંચ  કી. મી. વિસ્તારને બફર ઝોન તરીકે ટ્રીટ કરીને એના પેરામીટર મુજબ વધુ સઘન સર્વેલન્સ કરાશે.

            જેથી આ ચેપ આટલા વિસ્તારથી આગળ ન પ્રસરે. તેમણે ઉમેર્યુ કે  આ વિસ્તારોમા કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.  આ  દર્દીઓ સહિત તેમના ફેમિલી અને તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની ફરીથી ચકાસણી પણ કરવાનું શરૂ કરી દેવાયું છે. ઉપરાંત આ વિસ્તારોમાં જે નાગરીકો સરકારી કે ખાનગી તબીબો પાસે સારવાર લઇ રહ્યા છે તેમની માહિતી મેળવીને તેમના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમા વસતા વૃદ્ધ અને વયસ્કોનું  પરિક્ષણ કરી ખાસ કાળજી લેવાશે.

(9:35 pm IST)