Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

જુ.કલાર્ક માટે એન્‍જીનીયરીંગ - કાયદાનાં પોસ્‍ટ ગ્રેજયુએટોએ અરજી કરીઃ ૪૦% ઓવર કવોલીફાઇડ

૩૦૦૦ ઉમેદવારો માસ્‍ટર્સ એક થી વધુ ડીગ્રી ધરાવે છે

અમદાવાદ, તા.૩૧: ગુજરાત યુનિવર્સિટીમાં જુનીયર કલાર્કની જગ્‍યા માટે ઉમેદવારી કરનારાઓમાંથી એક શીતલ ઉપાધ્‍યાય એલએલએમની ડીગ્રી ધરાવે છે. જુનીયર કલાર્કની આ જગ્‍યાઓ માટે જરૂરી લાયકાત ગ્રેજયુએશન છે, એ પણ રાજય સરકારની જરૂરી લાયકાત ૧૨ ધોરણ પાસ કરતા વધારે જ છે.

અન્‍ય ઉમેદવારોની વાચાનો પડઘો પાડતા ઉપાધ્‍યાયે કહ્યું, ‘હું રાજય સરકારની સંબંધિત બધી પરિક્ષાઓ માટે અરજી કરૂ છુ. શૈક્ષણિક લાયકાત મહત્‍વની નથી કેમ કે સુરક્ષિત નોકરીની બહુ અછત છે.'

ગુજરાતમાં ‘સૈફ અને સીકયોર' જોવા માટેની દોડ ચાલુ જ છે. ગુજરાત યુનિવર્સિટીમાં જુનીયર કલાર્કની ૯૨ જગ્‍યાઓ માટે યુનિવર્સિટીને ૮૦૦૦ અરજીઓ મળી છે એટલે એવું કરી શકાય કે એક જગ્‍યા માટે ૮૭ ઉમેદવારો છે.

ઉપાધ્‍યાય ૩૦૦૦ એવા ઉમેદવારોમાંથી એક છે જેઓ માસ્‍ટર્સ ડીગ્રી અથવા તો એક થી વધારે ડીગ્રી ધરાવે છે. આ સંખ્‍યા કુલ ઉમેદવારોના ૩૭.૫ ટકા જેટલી છે.

(8:05 pm IST)