Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પેપર કપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ હવે પ્લાસ્ટિક બેગના વપરાશ પર પ્રતિબંધ

પ્રતિબંધિત પ્લાસ્ટિકની યુઝ પર કાર્યવાહી કરશે; મેડિકલ સ્ટોર માલિકો પણ હવે પ્લાસ્ટિક બેગનો વપરાશ કરી શકશે નહિ.

-અમદાવાદ : મહાનગર પાલિકા દ્વારા પેપર કપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ હવે પ્લાસ્ટિક બેગના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર દ્વારા આ અંગેનો આદેશ આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ AMC દ્વારા વેપારીઓ સાથે સંબંધિત વધુ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. પેપર કપ બાદ AMC હવે પ્રતિબંધિત પ્લાસ્ટિકની યુઝ પર કાર્યવાહી કરશે. આ સાથે જ મેડિકલ સ્ટોર માલિકો પણ હવે પ્લાસ્ટિક બેગનો વપરાશ કરી શકશે નહિ. આ ઉપરાંત 120 માઇક્રોનથી નીચા પ્લાસ્ટિકના વપરાશ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

એએસમી કમિશનરના આદેશ બાદ આ અંગેની કાર્યવાહી કરવામાં આવશે. જેથી હવે આગામી સમયમાં શાકભાજી વેચતા ફેરીયા પણ પ્લાસ્ટિકના ઝબલાંનો ઉપયોગ કરી શકશે નહિ. એએમસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અંગે આગામી 5 ફેબ્રુઆરી સુધી વેપારીઓને સમજાવામાં આવશે. જે બાદ મેડિકલ સ્ટોર પર કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને સિંગ યુઝ પ્લાસ્ટીકના વપરાશમાં ઘટાડો થાય સાથે જ પ્રદુષણમાં પણ ઘટાડો થાય તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

(12:05 am IST)