Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

બાવળામાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ :છ આરોપીઓ પકડાયા :બે -ત્રણ ફરાર

નળસરોવર રોડ પર તુલસી ફાર્મ પર દરોડો :નકલી દારૂની 150 પેટી સહિતં પાંચ લાખનો મુદામાલ જપ્ત

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા બાવળામાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે પોલીસે દરોડો પાડીને છ આરોપીઓની ધરપકડ કરી નકલી દારૂની 150 પેટી સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

  આ અંગે મળતી વિગત મુજબ બાવળા પોલીસે બાતમીના આધારે નળ સરોવર રોડ પર આવેલા તુલસી ફાર્મ પર દરોડો પડી નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પરદા ફાશ કર્યો છે. ઝડપાયેલા તમામ લોકો પર પ્રાંતીય છે. આ તમામ લોકો ભારતીય બનાવટની દારુમાં સ્પ્રીટ ભેળ સેળ કરી નકલી દારૂ બનાવી કાંચની બોટલો પર અસલી સ્ટીકર લગાવી દારૂના બુટલેગરોને સપ્લાય કરતા હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામ્યું છે.

હાલ પોલીસે આ આરોપીઓ પાસેથી નકલી દારૂ ની ૫૦ પેટીઓ સહીત કાંચની ખાલી બોટલો મળીને કુલ પાંચ લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે અને 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે જયારે અન્ય બે થી ત્રણ આરોપીઓ ફરાર થઇ ગયા છે.

(12:16 am IST)