Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

ગાંધીનગર નજીક કોલવાડમાં 200 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે પ્રુસુતી કરાતી નથી

ગાંધીનગર નજીક કોલવાડમાં 200 કરોડના ખર્ચે બનેલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ન હોવાના કારણે પ્રુસુતી કરાતી નથી ગાંધીનગર: નજીક કોલવડા ગામમાં રૂપિયા ર૦૦ કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલની સાથે મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે. એટલું જ નહીં અહીં પ્રસુતિ કરાવવા માટે નિયામક કક્ષાએથી આદેશ પણ આપવામાં આવ્યો છે પરંતુ એમ્બ્યુલન્સની સેવા નહીં હોવાના કારણે છેલ્લા બે વર્ષમાં અહીં એકપણ પ્રસુતિ કરાવવામાં આવી નથી. આ હોસ્પિટલમાં એક્સ-રે અને સોનોગ્રાફી મશીનનો   એક પણ વખત ઉપયોગ થયો નથી. 

ગાંધીનગર શહેર નજીક અદ્યતન અને સુવિધાસભર આયુર્વેદિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શરૂ થયે બે વર્ષથી પણ વધુનો સમય થઇ ગયો છે. તેમ છતાં હજુ સુધી અહીંની સેવાઓથી દર્દીઓ વંચિત છે. ૧૦૦ બેડની હોસ્પિટલ હોવા છતાં ફક્ત ૫૮ ટકા જ દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે આ આયુર્વેદિક હોસ્પિટલમાં હજુ સુધી એક પણ પ્રસુતિ કરાવવામાં આવી નથી. 

 

(5:31 pm IST)