Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અમદાવાદના મેમનગરમાં દારૂની મહેફિલ માણતા કોલેજીયન ચાર યુવતીઓ અને બે યુવક ઝડપાયા

ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ પૂર્ણ થતા પાર્ટી યોજી હતી

અમદાવાદ :અમદાવાદના ગુરુકુળ, મેમનગર પાસે દારૂની મહેફિલ માણતા કોલેજીય યુવક-યુવતીઓ ઝડપાયા છે

    ઝડપાયેલા શખ્સોએ ફેશન ડિઝાઈનિંગનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ પૂર્ણ થતા તેઓએ પાર્ટી યોજી હતી. આ શખ્સો ઘરમાં જ પાર્ટી માણતા હતા. જોકે પેટ્રોલિંગ કરતી પોલીસે તેમના ઝડપી પાડ્યા છે.

   આ અંગે મળતી વિગત મુજબ વસ્ત્રાપુર પોલીસે ગુરૂકુળ રોડ પર આવેલા યશપ્રભા એપાર્ટમેન્ટમાંથી દારૂની મેહફિલ માણતા કોલેજીયનો એવા ચાર યુવતી અને બે યુવાનની ધરપકડ કરી છે. જેમાં કુમેલ આલમ( ઉ.વ.21) યશપ્રભા એપાર્ટમેન્ટ, મેમનગર, રાજાપ્રતાપસિંહ રાજપૂત (ઉ.વ.28), સહજાનંદ એપાર્ટમેન્ટ ગુરૂકુળ રોડ, ધ્રુવી નાગોરી (ઉ.વ.20) ગોકુલ કોમ્પ્લેક્સ, ગુરૂકુળ, મહિમા આહુજા (ઉ.વ.20) ગોકુલ એપાર્ટમેન્ટ, મેમનગર, સીમોની ગુપ્તા (ઉ.વ.18),ભગીરથ સિટી હોમ્સ, નારોલ, પ્રકૃતિ ત્રિપાઠી (ઉ.વ.19) ગોકુલ કોમ્પલેક્સ, ગુરૂકુળનો સમાવેશ થાય છે. પોલીસે દારૂ પીવાનો કેસ કરી વધુ તપાસ હાથ ધરી છે

(7:36 pm IST)