Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વડોદરા આવાસ યોજના કૌભાંડ મામલે ધારાસભ્યો જીજ્ઞેશ મેવાણી અને ઇમરાન ખેડાવાલાનો સમર્થકો સાથે હલ્લાબોલ

કોર્પોરેશન કચેરીએ મ્યુનિ,કમિશનર વિનોદરાવને સાત દિવસનું અલ્ટીમેટમ :કૌભાંડમાં સંડોવાયેલા સામે એફઆરઆઇ નોંધાવવા માંગણી

 

વડોદરા : શહેરના આવાસ યોજનાના કથિત ભ્રસ્ટાચાર મામલે વડગામ અને અમદાવાદના જમાલપુરના ધારાસભ્યોએ પોતાના સમર્થકો સાથે હલ્લાબોલ કર્યો હતો પ્રધાનમંત્રી આવાસ કૌભાંડ મામલેવડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પોતાના સમર્થકો સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર કચેરી ખાતે રજુઆત કરવા દોડી આવ્યા હતા જિજ્ઞેશ મેવાણીના સમર્થકોએ ભારે હલ્લાબોલ કર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ પાસે જિજ્ઞેશ મેવાણી, ઈમરાન ખેડાવાલા તેમજ કોર્પોરેશનના વિપક્ષ નેતા સહિત મોટી સંખ્યામાં સમર્થકોએ રજુઆત કરી હતી.

  ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ મામલે, કલ્યાણનગરના અસરગ્રસ્તોના ભાડાં અને મકાન માટે તેમજ સંકલ્પ ભૂમિ પર બાબા સાહેબ આંબેડકરના સ્મારક બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ મ્યુનિસિપલ કમિશનરને સાત દિવસનો સમય આપ્યો હતો તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાજપના નેતાઓની સંડોવણી હોવાનો આરોપ લગાવી એફઆઈઆર નોંધવા માંગ કરી છે.

   કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ મ્યુનિસિપલ કમીશનર વિનોદ રાવને જિજ્ઞેશ મેવાણી સાથે રજુઆત કરવા દોડી આવ્યા હતા. ઈમરાન ખેડાવાલાએ આવાસ યોજનાઓમાં માત્ર વડોદરા નહી પરંતુ તમામ મોટા શહેરોમાં ભ્રષ્ટ્રાચાર થયા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે સાથે સમગ્ર મુદ્દો વિધાનસભામાં ઉઠાવવાની બાંહેધરી પણ આપી

(12:44 am IST)