Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

અમદાવાદના નટરાજ ગેસ્ટ હાઉસમાંથી સેકસ રેકેટ પકડાયુ : 8 લોકોની ધરપકડ

અમરાઇવાડી નાગરવેલ હનુમાન મંદિર નજીક આવેલા નટરાજ ગેસ્ટ હાઉસમાં પોલીસે ખાનગી રાહે દરોડા પાડીને સેકસ રેકેટ પકડી પાડયુ છે. આ અંગે અમરાઇવાડી પોલીસે ગેસ્ટ હાઉસના સંચાલક રણજીતસિંહ રમણસિંહ રાઠોડ, મેનેજર મેઘજીભાઇ ખેમજીભાઇ પટેલ અને ૮ ગ્રાહકો સામે ફરિયાદ નોંધીને રૂપિયા ૫૬,૬૭૦ હજારનો મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે, નટરાજ ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતી બોલાવીને દેહ વિક્રયની પ્રવૃત્તિ કરાવવામા આવે છે તેવી બાતમીના આધારે દરોડા પાડવામા આવતા જુદા જુદા રૂમમાંથી આઠ પુરૂષો મળી આવ્યા હતા.

પોલીસે ક્રિનેશ હર્ષદરાય ઉપાધ્યાય, સંજયકુમાર મુનશીભાઇ ચૌહાણ, અનીલ પશુભાઇ શાહનંદ, ફોરજ બાપુરાજ પરમાર, જીતેન્દ્ર રમણભાઇ સૌલંકી, રાકેશ કનુભાઇ પરમાર, મહેન્દ્ર ચંદુજી વાઘેલા, શાહિલ મુક્તિ મન્સુરી સહિતના સામે ફરિયાદ નોંધી છે. (વોટસએપ ન્યુઝ - વિનોદ મેસ્વાણીયા)

(12:24 am IST)