Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

કારની નંબર પ્લેટ બદલાવી દારૂની હેરાફેરી કરતો હોવાનું વધુ એક ગુનો અરવલ્લી પોલીસ મથકમાં દાખલ

અમદાવાદ:રાજસ્થાનના વાહન વ્યવહાર વિભાગમાં (આર.ટી..) રજીસ્ટ્રેશન કરાયેલી કારની નંબર પ્લેટ ઉપર ગુજરાતના આર.ટી..ની નંબર પ્લેટ લગાવીને વિદેશી દારૃની હેરાફેરીના ચાલી રહેલા કૌભાંડના અનુસંધાનમાં ગઇકાલે અરવલ્લી જિલ્લાના માલપુર પોલીસ મથકમાં વધુ એક ગૂનો દાખલ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનની નંબર પ્લેટ બદલી ગુજરાતની લગાવી દીધી : ડુંગરપુર જિલ્લાના ત્રણ શખ્સો સામે ગુનો
આ પ્રકરણની વિગતો એવી છે કે, આજથી દશેક દિવસ પહેલાં રાજસ્થાનથી જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૃની પેટીઓ તથા ૨૩૮ જેટલી બોટલોના જથ્થાની ગુજરાતમાં હેરાફેરી કરતી એક કારને અરવલ્લી જિલ્લાની માલપુર પોલીસે ગત તા. ૧૯મીની સાંજના ઝડપી લીધી હતી.
પોલીસે આ કારની જડતી કરી ત્યારે જેમાંથી રાજસ્થાનની સીકર ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદિત વિવિધ બ્રાન્ડના વિદેશી દારૃની ૧૩ પેટીઓ તથા ૨૩૮ બોટલો મળીને એકંદરે રૃા. લાખ ૧૪ હજારની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.માલપુર પોલીસે દારૃનો આ જથ્થો તથા કાર સહિત એકંદરે રૃા. ૬૧૪૪૦૦નો મુદ્દામાલ કબજે કરીને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. દરમ્યાન માલપુર પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર શ્રી બ્રહ્મભટ્ટે કાર ઉપર લગાવેલી આર.ટી..ની નંબર પ્લેટ ગુજરાત રાજ્યનો નિર્દેશ કરતી હોવાની તેના અનુસંધાનમાં વધુ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ કારની અસલી નંબર પ્લેટ રાજસ્થાનની હતી. પરંતુ પોલીસને ગેરમાર્ગે દોરવા રાજસ્થાનની નંબર પ્લેટ બદલી નાંખીને ગુજરાતના આર.ટી..ની નંબર પ્લેટ લગાવી દીધી હતી. આ પછી આ કારનો દારૃની હેરાફેરી કરવામાં ઉપયોગ કર્યો હતો. માલપુર પોલીસે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ત્રણ સખ્શોના વિરુદ્ધ ગૂનો દાખલ કરીને વધુ ઔતપાસ જારી રાખી છે.

(5:37 pm IST)