Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સફળ નથી થતા ફેસબુક દ્વારા થયેલા લગ્નોઃ ગુજરાત હાઇકોર્ટ

રાજકોટના એક કેસમાં ન્યાયમુર્તિએ કરી મહત્વની ટિપ્પ્ણી

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે યુવા વર્ગ દ્વારા સોશ્યલ મીડીયા થકી જીવનસાથી શોધવાના મામલે એક આકરી ટિપ્પણી કરી છેઃ કોર્ટે આ નવી રીતને ખોટી ગણાવી છે એટલુ જ નહી એવુ પણ કહ્યુ છે કે આ પ્રકારના લગ્નો કદી સફળ નથી થતાઃ ન્યાયમુર્તિ જે.બી.પર્દીવાલાએ આ ટિપ્પણી એક ઘરેલુ હિંસાના કેસની સુનાવણી દરમિયાન કરી હતીઃ આ મામલામાં રાજકોટની ફેન્સી શાહે પોતાના પતિ જયદીપ શાહ અને પોતાના સાસુ-સસરા ઉપર દહેજ માટે પરેશાન કરવાનો આરોપ મુકયો હતોઃ ફેન્સી અને જયદીપ સોશ્યલ મીડીયા થકી એકબીજાને મળ્યા હતાઃ થોડા સમયમાં જ બંનેને લાગ્યુ કે બંને પ્રેમમાં છેઃ બંનેએ માતા-પિતાની મંજુરીથી લગ્ન કર્યા પરંતુ બે મહિનાની અંદર જ ડખ્ખા શરૂ થઇ ગયાઃ ફેન્સી શાહે કોર્ટમાં પતિ-સાસરાવાળાઓ ઉપર મારપીટ અને અત્યાચારનો આરોપ મુકયોઃ સુનાવણી દરમિયાન ન્યાયમુર્તિ કહ્યુ હતુ કે, સોશ્યલ મીડીયા થકી જીવનસાથી શોધવા કે મિત્ર બનાવવાની ફેશન થઇ ગઇ છેઃ પરંતુ જે સંબંધ ફેસબુક કે અન્ય મીડીયાના સહારે બનતા હોય છે તો તે સફળ નથી થતા

(4:22 pm IST)