Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

સરકારે મગફળી ખરીદીના ફરી ૬૦ કેન્દ્રો શરૂ કર્યા

ખાતર માટે ૮૬૦૦ વિતરકોને પી.ઓ.એસ. મશીન આપ્યા

રાજકોટ, તા. ૩૧ : રાજય સરકારે ચૂંટણી પંચ ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરેલ તે ફરીથી શરૂ કરી છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલથી ૬૦ ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. ઉતર ગુજરાતમાં હવે મગફળીની આવક ન હોવાથી ત્યાં ખરીદ કેન્દ્રો ફરી શરૂ કરાયા નથી.

મુખ્યમંત્રીએ ૩૧ માર્ચ સુધી મગફળીના ખરીદ કેન્દ્રો ચાલુ રહેવાની જાહેરાત કરેલ. રાજય સરકારે હાલ ૧૦ ફેબ્રુઆરી સુધીની મુદત માટે ખરીદ કેન્દ્રોને મંજુરી આપી છે. જરૂર પડશે તો મુદત વધારાશે. ખાતરના કાળાબજાર અટકાવવા માટે કાલે તા. ૧ ફેબ્રુઆરીથી પોઇન્ટ ઓફ સેલ મશીનથી વેંચાણ શરૂ થશે તેના માટે ૮૬૦૦ જેટલા ખાતર વિતરકોને મશીન આપી દેવામાં આવ્યા છે.

(12:44 am IST)