Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

વલસાડના વરિષ્ઠ કોંગ્રેસ અગ્રણી - પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉત્તમભાઇ પટેલનું અવસાન

વલસાડ : વલસાડ જિલ્લા કોંગ્રેસના પીઢ કોંગ્રેસી નેતા એવા પૂર્વ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન ઉત્ત।મભાઈ પટેલનું નિધન થયુ છે. તેઓ ટૂંકી માંદગી બાદ ૯૧ વર્ષની જૈફ વયે નિધન થતાં પરિવારજનોમાં અને કોંગ્રેસી કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ ઉત્ત।મભાઈ પટેલના નિધન પર ટ્વિટ કરીને દુઃખ વ્યકત કર્યું. ઉત્ત।મભાઈ પટેલ ખેડા સત્યાગ્રહના જમીનવિહોણા ખેડૂતોને જમીન અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેઓ વલસાડ જિલ્લાના રાજકારણમાં વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા હતા. છેલ્લા એક માસથી તેઓની તબીયત લથડી હતી કે તેઓ માત્ર પ્રવાહી લઇ રહ્યા હતા. બુધવારે તેમની અંતિમવીધી  સંસ્કાર કરાશે.

(5:57 pm IST)