Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ખેડા પાસે મોટર સાઇકલમાં જતા ત્રણ યુવકોને ડમ્પરે ટક્કર માત્ર બેના મોત: એકની હાલત નાજુક

મહેમદાવાદ: ખેડા રોડ પર ગઈ કાલે સાંજે મોટર સાયકલ પર જતાં ત્રણ મિત્રોને ડમ્પર ચાલકે અડેફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં અમદાવાદના બે યુવકોના મોત નિપજ્યા હતા. જ્યારે એકની હાલત નાજુક બનતા તેમને અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવવામાં આવ્યો છે. લોક મુખે ચર્ચા મુજબ મહેમદાવાદ સરકારી હોસ્પિટલમાં સુવિધાનો અભાવ હોય આવા ગંભીર અકસ્માત વખતે ગુણવત્તા યુક્ત સારવાર ઝડપી ના મળતી હોય ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદ ખસેડવા પડે છે. જેમાં ઈજાગ્રસ્તોના મોત નિપજે છે. ઘટનામાં પણ એક ઈજાગ્રસ્તનું મોત આના કારણે થયું છે. 

 

અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ રખીયાલમાં રહેતા કિશનભાઈ કનુભાઈ ઠાકોર (ઉં..૨૩) અંકિતભાઈ નીલેશભાઈ ઠાકોર (ઉં..૨૦) અને કેલ્સીંગ અશોકભાઈ ઠાકોર, ત્રણેય મિત્રો ગઈકાલે પોતાની મોટર સાયકલ નં. જીજે-૦૧ એલડબલ્યુ-૪૦૬૦ લઈને મહેમદાવાદથી ખેડા જતાં હતા. તે વખતે ડમ્પર નં. જીજે-૧૮ એએક્સ-૫૬૫૮ના ચાલકે તેમને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અક્સ્માતમાં કિશભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજા થતાં તાત્કાલિક તેમને મહેમદાવાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. કહેવાય છે કે હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી સુવિધા હોય બંનેને અમદાવાદ ખસેડવા પડ્યા હતા જ્યાં અંકિતનું મોત નિપજ્યું હતું. જ્યારે કેલ્સીંગની હાલત નાજુક છે. 

(4:32 pm IST)