Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

કરમસદના રબારવાસમાં પોલીસે રેડ પડી 1.66 લાખના વિદેશ દારૂ સાથે એક પકડ્યો

આણંદ: એસઓજી પોલીસે આજે સાંજના સુમારે કરમસદના રબારીવાસમાં છાપો મારીને એક શખ્સને .૬૬ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને વિદેશી દારૂની રેલમછેલને અટકાવવા માટે આણંદ એસઓજી પોલીસે સમગ્ર જીલ્લાના વિદેશી દારૂના બુટલેગરો ઉપર ચાંપતી નજરો રાખી હતી જેમાં આજે સાંજના સુમારે હકીકત મળી હતી કે, કરમસદના રબારીવાસમાં રહેતો રાજુભાઈ કનુભાઈ પરમાર વિદેશી દારૂનું વેચાણ કરે છે અને પોતાના ઘરની બાજુમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે જેથી પોલીસે છાપો મારતાં રાજુભાઈ પરમાર ઝડપાઈ જવા પામ્યો હતો. 

(4:32 pm IST)