Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ચોરેલા દાગીના વેચવા આણંદમાં ફરતા રાજસ્થાની ઈસમની ધરપકડ: પૂછતાછમાં તમિલનાડુથી દાગીના ચોરી કર્યાનો થયો ખુલાસો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સોની બજારમાંથી તમિલનાડુ રાજ્યના વેલ્લુર શહેરમાંથી ૩૨.૫૬ લાખ ઉપરાંતના ચોરીના સોના-ચાંદીના દાગીના વેચવા માટે ફરી રહેલા એક રાજસ્થાનીને ઝડપી પાડીને સોના-ચાંદીના દાગીના જપ્ત કરી વધુ તપાસ અર્થે વેલ્લુર પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. 

 

પ્રાપ્ત વિગતો અનુસાર થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં લઈને પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, એક શખ્સ થેલો લઈને શંકાસ્પદ હાલતમાં સોની બજારમાં ફરી રહ્યો છે જેથી પોલીસની ટીમ તુરંત સોની બજારમાં પહોંચી ગઈ હતી જ્યાં શકમંદ શખ્સને અટકમાં લઈને તેની પાસેનો થેલો તપાસતા ંતેમાંથી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા જે અંગે બીલ કે આધાર પુરાવાની માંગણી કરતા પકડાયેલો શખ્સ ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો અને પોતે અલીરાજપુરમાં સોના-ચાંદીના દાગીનાનો ધંધો કરતો હોવાનુ અને નાણાંકીય સંકળામણ દુર કરવા માટે વેચવા આવ્યો હોવાની કેફીયત રજુ કરી હતી. પરંતુ પોલીસને શંકા જતાં તેને એલસીબી ઓફિસે લાવ્યા હતા જ્યાં નામઠામ પુછતાં તે હરીપ્રસાદ ઉર્ફે હરિ પુષ્પેન્દ્રસિંહ જાદવ (રે. મુળ અલીરાજપુર, હાલ, મીરાપાર્ક સોસાયટી, હાડગુડ)નો હોવાનું ખુલવા પામ્યું હતુ. 

(4:32 pm IST)