Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

હિંમતનગરમાં ટાઈલ્સની ફેકટરીનું ઈમેલ એડ્રેસ હેક કરી 14.17 લાખની છેતરપિંડી

હિંમતનગર:  સાબરડેરી નજીક આવેલ એક ટાઇલ્સ ફેક્ટરીના માલિકનું ઈમેલ એડ્રેસ અંદાજે બે માસ અગાઉ અજાણ્યા શખ્સોએ હેક કરી તેનો ઉપયોગ કરીને અંદાજે રૂ.૧૪.૧૭ લાખથી વધુની છેતરપીંડી કરી વિશ્વાસઘાત કર્યો હતો જે અંગેની ફરીયાદ ગુરૂવારે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી અંગેની વિગત એવી છેકે સાબરડેરીની બાજુમાં આવેલ એરીસ્ટોન ટાઈલ્સ ફેક્ટરીના માલિક ધીમંત વિભાકરભાઈ ભટ્ટ નું બે માસ અગાઉ અજાણ્યા શખ્સોએ ઈમેલ એડ્રેસ હેક કરી તેમના આઈડીમાંથી કંપનીના સ્ટેમ્પ તથા સહીઓ અને બેંકના ખાતા નંબરની માહિતી મેળવી લીધી હતી અને તેમની કંપનીનો માલ અલમુહેદીબ સીરામિક પોર્સેલીન નામની કંપનીને માલ વેચી દીધો હતો

(4:31 pm IST)