Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

વ્યાજે આપેલા રૂપિયામાં જામીન બનનાર ખોલવડના યુવાનનું અપહરણ

સુરત: ફાયનાન્સરને ત્યાં નોકરી દરમિયાન પાંચ વ્યક્તિને રૂ. ૬૦ લાખ વ્યાજે અપાવતી વેળા ગેરંટર બનેલા ખોલવડ ગામના યુવાનનું ગત સવારે વરાછા વિસ્તારમાંથી ચાર વ્યક્તિએ ચપ્પુની અણીએ કારમાં અપહરણ કરી એક વ્યક્તિ પાસે લઇ ગયા હતા અને ધાકધમકી આપી માર માર્યો હતો.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના વતની અને સુરત જિલ્લાના ખોલવડ ગામ એપોરા પ્રિન્સ ફલેટ નં. સી/-૩૦૪માં રહેતો ૨૮ વર્ષીય અલ્પેશ ઘનશ્યામભાઇ રંગોળીયા હાલ વેપાર કરે છે. વર્ષ અગાઉ તે ફાયનાન્સર જયસુખભાઇની ઓફિસમાં નોકરી કરતો હતો ત્યારે પાંચ વ્યક્તિને રૂ. ૫૫ થી ૬૦ લાખ વ્યાજે અપાવ્યા હતા અને તેમાં તે ગેરંટર હતો. જો કે, વ્યક્તિઓએ વ્યાજે લીધેલા પૈસા પરત કર્યા  હતા. અલ્પેશ ગત સવારે ૧૦-૩૦ વાગ્યે વરાછા કમલપાર્કમાં ઉભો હતો ત્યારે જીજે-૦૧ સીરીઝની સફેદ સ્કોડામાં ડ્રાઇવર સહિત ચાર ત્યાં આવ્યા હતા અને ચપ્પુ બતાવી બળજબરીથી કારમાં બેસાડી ચાલ તારી ભાઇ સાથે મુલાકાત કરાવવી છે. તેમ કહી અર્ચના સ્કૂલ પાસે લઇ ગયા હતા. ત્યાં હાજર એક વ્યક્તિએ અલ્પેશને ધમકી આપી હતી કે જો જયસુખભાઇનો વહીવટ નહીં પતાવે તો જીવતો રહેવા નહીં દઇએ.

(4:29 pm IST)