Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

અમદાવાદમાં નવા વર્ષના સ્વાગત માટે તૈયારી જારી

સીજી રોડ, એસજી હાઈવે, પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ : સીજી રોડ પર રવિવારે સાંજે ૭ વાગ્યાથી નો વ્હીકલ, નો પાર્કિંગ ઝોન : યુવા પેઢી જશ્નમાં ડુબવા માટે તૈયાર થઇ

અમદાવાદ,તા. ૩૦ : નવાવર્ષના સ્વાગત માટે અમદાવાદ શહેરના યુવાનો પણ કમરકસી ચુક્યા છે. જેના ભાગરુપે આવતીકાલે સાંજે ભવ્ય ઉજવણીનો દોર હાથ ધરવામાં આવનાર છે. આના માટે તંત્રએ પણ તૈયારી કરી છે. આવતીકાલે નવા વર્ષના સ્વાગત માટે શહેરના તમામ વિસ્તારોમાં જુદા જુદા આયોજન કરવામાં આવી રહ્યા છે. હંમેશાની જેમ જ આ વખતે પણ સીજી રોડ પર વિશેષ આયોજન કરવામાં આવનાર છે. ૩૧મીની ઉજવણી દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પગલા લેવાયા છે. આવતીકાલે સ્ટેડિયમ ચાર રસ્તાથી લઇને પંચવટી સર્કલ સુધી સીજી રોડના સમગ્ર પટ્ટાને બંધ રાખવામાં આવશે. આ વિસ્તારને નો વ્હીકલ ઝોન અને નો પાર્કિંગ ઝોન તરીકે આવતીકાલે ૩૧મી ડિસેમ્બરના દિવસે રાત્રે આઠ વાગ્યાથી લઇને વહેલી પરોઢે ત્રણ વાગ્યા સુધી જાહેર કરવામાં આવશે. લોકો માટે અવરજવરને ધ્યાનમાં લઇને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આ વખતે ઉજવણી માટે સમય ગાળો પણ આદર્શ રહ્યો છે.  શહેરમાં દર વર્ષની જેમ આ વખતે પણ કેટલીક ભવ્ય ખાનગી પાર્ટીનુ આયોજન કરવામાં આવ્યુ છે.   બીજી બાજુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને પાર્ટી પ્લાટોમાં નવા વર્ષના સ્વાગત માટે મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.જુદા જુદા ફાર્મ હાઉસ ખાતે ભવ્ય પાર્ટીનુ આયોજન પણ કરવામાં આવી રહ્યુ છે. વડોદરા ફાર્મ હાઉસ ખાતે હાલમાં પાડવામાં આવેલી રેડના કારણે  આયોજક હવે હચમચી ઉઠ્યા છે. શરાબની વ્યવસ્થા ખાનગી પાર્ટીમાં રહે તેમ પણ સુત્રોએ કહ્યુ છે. અમદાવાદમાં કેટલા ફાર્મ હાઉસ પર પાર્ટી યોજાનાર છે તે અંગે આંકડા મળી શક્યા નથી પરંતુ સંખ્યા ૨૦૦થી વધારે હોવાનુ જાણવા મળ્યુ છે. 

આ કાર્યક્રમ દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પગલા લેવાયા છે. નવા વર્ષના સ્વાગત માટે માત્ર અમદાવાદમાંજ નહીં બલ્કે ગુજરાતના અન્ય ભાગોમાં પણ તૈયારીઓ કરવામાં આવી છે. જોરદાર જસ્ન બનાવવાની તૈયારી કરવામાં આવી છે. શહેરમાં જસ્નની શરૂઆત સાંજે શરૂ થયા બાદ આગલા દિવસ સુધી જારી રહે તેમ માનવામાં આવે છે.બીજીા બાજુ તંત્ર પણ તમામ ગતિવિધી પર નજર રાખવા માટે તૈયાર છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે. અસમાજિક તત્વો પર ખાસ નજર રાખવામાં આવનાર છે. સીજી રોડ પર છેલ્લા કેટલાક દિવસથી તૈયારી કરવામા ંઆવી રહી હતી. સીજી રોડ પર આવતીકાલે સાંજો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. કોઇ પણ ધસારાને પહોંચી વળવા માટે પણ ખાસ આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યુ છે. સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવનાર છે. સાદા વસ્ત્રોમા ંપણ પોલીસ ગુપ્ત રીતે તૈનાત રહેનાર છે.અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઉજવણીની જોરદાર તૈયારી કરવામાં આવી રહી છે. આયોજકો  ખાસ તૈયારીમાં લાગેલા છે. કલાકારો પણ વ્યસ્ત છે.

(4:28 pm IST)