Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ: સ્મૃતિ ઈરાનીના આકરા પ્રહાર

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “રેવડીવાળા અને ઇટલીયાએ હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે.મને આજે ખબર પડી કે સ્વામિનારાયણના નિયમોનું પણ આ લોકોએ અપમાન કર્યું :કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વેજલપુર બેઠકના ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે, અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વેજલપુર બેઠકના ઉમેદવારના સમર્થનમાં સભા સંબોધી હતી. જેમાં તેઓએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, “રેવડીવાળા અને ઇટલીયાએ હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. મને આજે ખબર પડી કે સ્વામિનારાયણના નિયમોનું પણ આ લોકોએ અપમાન કર્યું છે. હિન્દુ મંદિર અને મહિલાઓનું અપમાન કરનારને એકપણ વોટ મળવા ન જોઈએ

(12:50 am IST)