Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વાવડી ગામના બિમાર દર્દીને લોહીની જરૂર પડતા રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ,રાજપીપળા મદદરૂપ થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વાવડી  ગામના એક દર્દીને એ-પોઝીટીવ 3 યુનિટ લોહીની તત્કાલિક જરુર પડતા રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખનો સંપર્ક કરતાં લોહીની તાત્કાલિક વ્યવસ્થા કરી આપી મદદરૂપ થવા બદલ દર્દીના પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં વાવડી  ગામના અરવિંદ ભાઈ પટેલને સારવાર સમયે લોહીની તાત્કાલિક જરૂર ઉભી થતા અરવિંદભાઈને લોહી ચઢાવાની વ્યવસ્થા માટે તેમના પરિવાજનો એ રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપલાનાં પ્રમુખ અમિતભાઈ વાસવાનો સંપર્ક કરતા અમિતભાઈ વસાવા આ પીડિત દર્દીની મદદે આવ્યાં અને હોસ્પિટલના સારવાર મેળવી રહેલા દર્દી અરવિંભાઈ પટેલ ને જરૂરી લોહી ચઢાવાં માટે લોહી આપવા માટે હંમેશા આગળ આવતા સેવાભાવી કંદર્પભાઈ જાની અને નિલેશભાઈ પટેલે આ દર્દીને તાત્કાલિક લોહી આપતા રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેમની ટીમ સાથે જોડાયેલા તમામનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટની સેવાકિય કાર્યની પ્રશંસા કરી હતી સાથે સાથે પરેશભાઈ પટેલ તેમજ પ્રણવભાઈ વ્યાસનો પણ આભાર વ્યકત કર્યો હતો.

(10:34 pm IST)