Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુરૂવારે મુંબઇમાં : વાયબ્રન્ટ સમિટ-ર૦રર સંદર્ભમાં રોડ-શૉ યોજશે......

બિઝનેસ લીડર્સ-અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠકનો ઉપક્રમ

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-ર૦રરના સંદર્ભમાં ગુરૂવાર તા. ર ડિસેમ્બરે મુંબઇમાં રોડ-શૉ યોજશે.

   ભુપેન્દ્રભાઈ પટેલ ગુરૂવારે સવારે મુંબઇની ધી તાજમહાલ પેલેસ હોટલમાં યોજાનારા રોડ-શૉ પૂર્વે  બિઝનેસ લીડર્સ, અગ્રણી ઊદ્યોગ સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે
મુખ્યમંત્રીશ્રી ત્યારબાદ સવારે ૧૧ કલાકે યોજાનારા રોડ-શૉ માં વાયબ્રન્ટ સમિટ-ર૦રરની વિશેષતાઓ પ્રસ્તુત કરશે.
મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુંબઇમાં વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલની ભોજન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી સાથે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, ઊદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ,સચિવઓ પણ જોડાવાના છે

(7:46 pm IST)