Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

દિવાળીની છૂટછાટ યથાવત રાખતી રાજ્ય સરકાર : 8 મહાનગરોમાં રાત્રીના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકશે : રાત્રે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ

લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ:લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત :કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોનની આશંકાને પગલેનવા મોટા કોઈ ફેરફાર નહીં

અમદાવાદ:ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળતા સરકાર દ્વારા છુટછાટ આપી દેવામાં આવી છે 30 નવેમ્બર એટલે આજ રોજ રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે કોરોનાની સંભવિત ત્રીજી લહેર અને ઓમિક્રોનની આશંકાને પગલે ગુજરાત સરકારે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રિ કરફ્યુ યથાવત રાખવા નિર્ણય કર્યો છે.

દિવાળીની છૂટછાટ યથાવત રાખતી રાજ્ય સરકાર : 8 મહાનગરોમાં રાત્રીના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકશે ,રાત્રે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ  અમલમાં રહેશે રાજ્યના આઠ મહાનગરપાલિકામાં રાત્રિ કરફ્યૂ યથાવત રહેશે. રાત્રિ કરફ્યૂનો સમય રાત્રિના એકથી સવારે પાંચ વાગ્યા સુધી યથાવત રહેશે. રાજ્યના ગુજરાતના 8 મોટા શહેરોમાં રાત્રીના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહી શકશે લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ અપાઈ છે, જયારે લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્ છે

કોરોનાને પગલે રાજ્ય સરકારે અમદાવાદ સહિતના મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ સહિતના પ્રતિબંધો લાદ્યા છે. 30મી નવેમ્બરે  રાત્રિ કરફ્યૂની સમય અવધિ પૂર્ણ થઇ રહી છે  જેના પગલે રાજ્યના ગૃહ વિભાગે આ સમય અવધિને લંબાવી દીધી છે.

(7:43 pm IST)