Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વડોદરા નજીક સીંઘરોટમાં પિતાએ અભ્યાસ બાબતે આપેલ ઠપકાનું લાગી આવતા પુત્રએ ઝેરી દવા ગટગટાવી

વડોદરા: શહેર  નજીક સિંઘરોટમાં પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પીનાર યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત એવી છે કે સિંઘરોટમાં રાજુપુરા ખાતે રહેતા તેમજ માળીકામ કરતા રામસીંગ જાદવના ત્રણ પુત્રો પૈકી ૧૮ વર્ષનો પુત્ર કિરણે આંકલાવની કોલેજમાં બીકોમમાં પ્રવેશ લીધો હતો. કોલેજ શરૃ કરતા પહેલા પિતાએ કિરણને અભ્યાસ પર ધ્યાન આપવા જણાવતા કિરણને મનમાં લાગી આવ્યું હતું અને મોડી રાત્રે ઝેરી દવા પી લીધી હતી.

દવા પીધા બાદ તેનાથી સહન ના થતા તેની સાથે ઊંઘી ગયેલા ભાઇને જગાડીને પોતે દવા પી લીધી છે તેમ જણાવતા કિરણને ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઝેરી દવા પીવાના અન્ય બનાવમાં કાશીપુરામાં રહેતી ૬૦ વર્ષની મહિલા સુરમાબેન છુમાભાઇ કોરીએ આજે ખેતરમાં ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

(6:08 pm IST)