Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત ફ્રાન્સમાં યોજાયેલ VGGS 2022 રોડ-શોને ભવ્ય સફળતા; ગુજરાતમાં મૂડીરોકાણની શક્યતાઓ દર્શાવાઈ

મેરિટાઇમ- બંદરોના ક્ષેત્રમાં ગુજરાત મજબૂત સ્થિતિમાં છે તેમજ હાલ ટેકનોલોજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું હોવાથી ગુજરાત મૂડીરોકાણ માટે આકર્ષક સ્થળ બની રહ્યું છે : સુશ્રી મિશેલ લેમારે ગુજરાતના ગ્રામ વિકાસ સચિવ સુશ્રી સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ફ્રાન્સમાં રોડ-શો યોજાયો

ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિપુર્ણ આયોજન અને તે માટે કરેલા પ્રયાસોથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. માનનીય વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ બિઝનેસલક્ષી રાજ્ય બન્યું છે, પરિણામે વિકાસનાં ફળ સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે.

રાજ્યમાં આગામી તા.૧૦ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ યોજાનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે વિવિધ દેશના શહેરોમાં રોડ શોનું આયોજન કરાયુ છે. ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને ગુજરાતનાં સચિવ (ગ્રામ વિકાસ) સુશ્રી સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૨૦૨૧ના રોજ પેરિસમાં રોડ-શો યોજ્યો હતો.

ગ્રામ વિકાસ કમિશનરે પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરીને ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની તકો, સરકારનો નીતિ-લક્ષી અભિગમ, વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્માર્ટ સિટીના આયોજન સહિત અન્ય બાબતો શા માટે રાજ્યને વિદેશી મૂડીરોકાણ માટે પસંદગીનું સ્થળ બનાવે છે તે વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું.

રોડ-શો બાદ સુશ્રી સોનલ મિશ્રાએ કહ્યું હતું કે, “ફ્રાન્સમાં બિઝનેસ સમુદાય તથા રોકાણકારો તરફથી મળેલા પ્રતિભાવથી અને ખૂબ પ્રભાવિત થયા છીએ. કૃષિ તથા ફૂડ પ્રોસેસિંગ, ડેરી, એરોસ્પેસ, શિક્ષણ, પ્રવાસન, ઊર્જા સહિત વિવિધ ક્ષેત્રના ૪૦થી વધુ સિનિયર બિઝનેસ અગ્રણીઓએ ભાગ લીધો હતો. VGGS 2022

(5:38 pm IST)