Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ ગીફટ સીટીની મુલાકાતે ભૂપેન્દ્રભાઇ પટેલ ઃ વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક

રાજકોટ ઃ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઍવા  ગિફ્ટ સિટી ની મુલાકાત લઈ ત્યાંની ગતિ વિધિઓની અને ગિફ્ટ સિટી ના વિવિધ પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા  ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી અને વિવિધ પાસાઓની  તલસ્પર્શી જાણકારી  મેળવી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મુખ્ય મંત્રીશ્રી ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન,મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા. ગિફ્ટ સિટી ના શ્રી માંકડ અને તપન રે ઍ  મુખ્યમંત્રીશ્રીને ગિફ્ટ સિટી ના સંપૂર્ણ વિઝન નો ખ્યાલ પ્રેઝન્ટેશન દ્વારા આપ્યો હતો.  શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ગિફ્ટ સિટીની પ્રથમ મુલાકાત છે.(૯.૧૦)


 

(12:13 pm IST)