Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગ્રામ પંચાયતોની ચૂંટણીના કારણે ભાજપના વર્ગોમાં વિલંબ : ૫૫૦૦૦ કાર્યકરોને અપાશે પ્રશિક્ષણ

રાજકોટ તા. ૩૦ : ગુજરાત ભાજપ દ્વારા દિવાળી પહેલા જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગો યોજાયા બાદ હવે તાલુકા અને વોર્ડ (મંડલ) કક્ષાના પ્રશિક્ષણ વર્ગો યોજાનાર છે. પ્રશિક્ષણ વર્ગો ૧૫ ડિસેમ્બરથી શરૂ કરવાનું આયોજન થયેલ પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી ૧૯ ડીસેમ્બરે યોજાવાનું જાહેર થતાં વર્ગોના પ્રારંભમાં અઠવાડિયુ મોડું થશે. ૨૨ ડીસેમ્બર આસપાસથી વર્ગો શરૂ થશે અને ૧૦ જાન્યુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.  રાજ્યમાં ૫૫૦ સ્થાનો પર મંડલ કક્ષાના પ્રશિક્ષણ વર્ગો યોજાશે. દરેક વર્ગમાં સરેરાશ ૧૦૦ મુજબ કુલ પંચાવન હજાર જેટલા કાર્યકરોને વર્ગમાં જોડવામાં આવશે. દરેક વર્ગ નિયત દિવસે અને સ્થળે સવારે ૧૦ વાગ્યે શરૂ થઇને બીજા દિવસે બપોરે ૨ વાગ્યા સુધી ચાલશે. પાર્ટીના વકતાઓ માર્ગદર્શન આપશે. પ્રશિક્ષણ વર્ગના વિષયોમાં ભાજપનો ઇતિહાસ અને વિકાસ, આપણી વિધારધારા, આપણી કાર્યપધ્ધતિ, ૨૦૧૪ પછીનું આત્મનિર્ભર ભારત, મીડિયા અને સોશ્યલ મીડિયા, અંત્યોદયના પ્રયાસો, શકિત કેન્દ્રો અને બુથની કામગીરી વગેરેનો સમાવેશ થાય છે.

 

(11:33 am IST)