Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

સુરતના પીપલોદમાં સ્પા સેન્ટર ઉપર પોલીસના દરોડા પાંચ થાઈલેન્ડની યુવતીઓ સાથે ગ્રાહકો પણ ઝડપાયા

ઇસ્કોન મોલના એક સ્પામાં દરોડા પાડી પાંચ લલનાઓ અને બે ગ્રાહકો સાથે સ્પા સંચાલક તેમજ માલિકને ઝડપી લીધા

સુરતમાં વધી રહેલા સ્પા ક્લ્ચરને કારણે ઠેર ઠેર સ્પાના નામે કુટણખાના ચાલુ થઇ ગયા છે. શહેર પોલીસ દ્વારા વારંવાર દરોડા પાડવામાં આવતા હોવા છતા પણ સ્પા સંચાલકો પોલીસને ગાંઠતા નથી અને નવા નવા વિસ્તારોમાં સ્પા ખોલીને દેહ વેપારને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે ફરી એકવાર પોલીસે ઈસ્કોન મોલના એક સ્પામાં દરોડા પાડીને વિદેશી યુવતી અને ગ્રાહકોને પકડી પાડ્યા હતા. અને ગુનો નોંધી આગળી કાર્યવાહી કરી હતી

 મળતી માહિતી પ્રમાણે સુરતના મિસીંગ સેલના પી આઇ જીએ પટેલની ટીમે પીપલોદ ખાતે આવેલા ઇસ્કોન મોલના એક સ્પામાં દરોડા પાડ્યા હતા. મોલમાંથી પોલીસે પાંચ લલનાઓને ઝડપી પાડી હતી. આ લલનાઓ સાથે મજા કરવા આવેલા બે ગ્રાહકો પણ ઝડપાયા હતા.

પોલીસે આ તમામને ઝડપી લેવા ઉપરાંત સ્પાનું સંચાલન કરનારાને અને સ્પાના માલિકને પણ ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસ દ્વારા આ લલનાઓ ક્યાંની છે તેમજ ક્યારથી આ સ્થળ પર આ ધંધા ચાલતા હતા. તે સહિતની તમામ વિગતોની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પોલીસે આ પ્રકારના સ્પા ઉપર દરોડા પાડીને અનેક વિદેશી યુવતીઓને પકડી પાડી હતી. જેઓ વિદેશથી ભારતમાં આવીને દેહવેપાર કરીને રૂપિયા કમાતી હતી.

(10:40 pm IST)