Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

રાજપીપળા હરસિધ્ધિ માંતાના ફેસબુક પેજ પર મહિલાના બિભત્સ ફોટા મૂકનાર સામે ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા ) રાજપીપળા : રાજપીપળા ના પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરના નામથી ફેસબુક પેજ કાર્યરત હોય જેમાં ભક્તો માતાજીના દર્શન કરી શકે તેવા આશયથી આ પેજ ચાલુ કરાયું છે પરંતુ 3 દિવસથી કોઈ વ્યક્તિઓ દ્વારા હિંદુઓની ધાર્મિક લાગણી દુભાય તેવા હેતુથી મહિલાઓના બિભત્સ ચિત્રો આ પેજ ઉપર મૂકી હિન્દુઓની લાગણી દુભાય અને શહેરની શાંતિ ભંગ થાય તેવા પ્રયાસ કરાતા હોવાથી આવા વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા વિશ્વ હિન્દુ પરિષદ,નર્મદાના સામાજિક સમરસતા અધ્યક્ષ પ્રગનેસ ભાઈ રામીએ રાજપીપળા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ મહિલા પો.સ્ટે. ના પી.આઈ.એ. આર .જાદવને સોંપતા તેઓ આગળની તપાસ કરી રહ્યા છે.

(10:56 pm IST)