Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વિરમગામના ધરાવાળા આઈ શ્રી ખોડીયાર મંદિરના 21મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

પાટોત્સવ નિમિત્તે આઈ શ્રી ખોડીયાર મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ઐતિહાસિક વિરમગામ શહેરમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ સામે આવેલા ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરના પાટોત્સવની કારતક સુદ પૂનમના પાવન દિવસે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 21 મા પાટોત્સવ નિમિત્તે આઇ શ્રી ખોડીયાર માતાજીની મુર્તિનો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી ભક્તો ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પાટોત્સવ નિમિત્તે ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે સવારમાં શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજે શ્રી ફળ હોમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે મહા આરતી કરવામાં આવી હતી. ધરાવાળા આઇ શ્રી ખોડીયાર મંદિરે પાટોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે ભક્તોએ જહેમત ઉઠાવી હતી.

(10:29 pm IST)
  • દિલ્હીમાં કોરોના ટેસ્ટના ભાવમાં ધરખમ ઘટાડો: દિલ્હીમાં આરટી-પીસીઆર પરીક્ષણના ભાવ રૂ. ૨૪૦૦ થી ઘટીને રૂ. ૮૦૦ થઈ ગયાનું કેજરીવાલની "આપ" સરકારનું કહેવું છે. access_time 8:52 pm IST

  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 30,664 કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 94, 62, 739 થઇ : એક્ટીવ કેસ 4,35,176 થયા : વધુ 41,427 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,77,740 રિકવર થયા : વધુ 472 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37, 649 થયો access_time 12:12 am IST