Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સસરા કરતા પુત્રવધુની છેડતી : કહેતા કે,પતિહાજર નથી તો બ્લૂ ફિલ્મ જોઇ લે, મજા આવશે

સેનેટરી પેડ પણ સસરા લાવી આપતા હતા :સરદારનગર પોલીસ મથકમાં પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદ : અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો બહાર આવ્યો છે સરદારનગર પોલીસ મથકમાં પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ હાજર નથી તો બ્લૂ ફિલ્મ જોઇ લે મજા આવશે તેમ કહી સસરા પુત્રવધુની છેડતી કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉપરાંત ધંધા માટે દુકાન લેવા સાસરીયાએ 25 લાખ દહેજ પણ માગ્યું હતું. જ્યારે સસરા વારંવાર છેડતી કરતા હોવાનો ઉલ્લેખ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
શહેરના વાડજ વિસ્તારમાં રહેતી રોમાના લગ્ન તેના જ સમાજના ક્રિશ સાથે 2016માં થયા હતા. લગ્ન બાદ રોમા સરદારનગર ખાતે સાસુ-સસરા, દિયર સહિતના લોકો સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના થોડા જ મહિનામાં સાસરીયાઓ રોમાને ત્રાસ આપવા લાગ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તું પિયરમાંથી કંઇ લાવી નથી. હવે ધંધા માટે દુકાન લેવી છે તેથી 25 લાખ રૂપિયા લઇ આવ. ત્યારે રોમાએ જણાવ્યું હતું કે, લગ્ન વખતે પિતાએ યથાશક્તિ મુજબ કરિયાવર આપ્યું હતું
હવે તેઓ કોઇ પૈસા આપશે નહીં. રોમાના આવા જવાબ બાદ સાસરીયા તેને શરિરીક માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. પતિ રોમાને કંઇ વસ્તુ જોઇતી હોય તો પૈસા આપતો ન હતો અને વસ્તુ પણ લઇ આપતો ન હતો. આ દરમિયાન રોમાએ દિકરીને જન્મ આપ્યો હતો. દિકરીના જન્મ બાદ તો ત્રાસ વધુ શરૂ થઇ ગયો હતો.
ક્રિશ ધંધા માટે થોડા દિવસ બહાર ગયો હતો. ત્યારે સસરા અને દિયર દિકરીને લેવાના બહાને રોમાને અડપલાં કરતા હતા. સસરાએ કહ્યું હતું કે,તારા પતિ હાજર નથી તારી શારિરીક જરૂરીયાત કોણ પુરી કરશે, તુ બ્લૂ ફિલ્મ જોઇ લે. મજા આવશે. આ ઉપરાંત સસરા અવાર નવાર છેડતી કરતા હતા. રોમા એક દિવસ સુતી હતી ત્યારે કોઇએ તેની છેડતી કરતા તે જાગી ગઇ હતી. ત્યારે સસરાને રૂમની બહાર જતા જોયા હતા. જેથી આ અંગે રોમાએ પતિને જાણ કરી હતી. પરંતુ પતિએ કંઇ ધ્યાન પર લીધુ ન હતું. સસરાની વારંવાર છેડતીનો ભોગ બનેલી રોમા રૂમમાં એકલી રહેતી ન હતી.
રોમાતના માતાનો જન્મદીન હોવા છતા સાસરીયાએ તેને જવા દીધી ન હતી અને આ મામલે તકરાર કરી હતી. જો કે, માર્ચ મહિનામાં રોમા પિયર દિકરીને લઇ જતી રહી હતી. ત્યારે પતિ ત્યાં આવ્યો હતો અને દિકરીને લઇ જાઉં છું બીજા દિવસે પરત મુકી જઇશ. તેમ કહી દિકરીને લઇ ગયો હતો અને 10 દિવસ સુધી તેને પરત મુકવા આવ્યો ન હતો.
આ દરમિયાન સમાજના લોકો ભેગા થયા હતા અને બન્ને વચ્ચે સમાધાન કરાવતા રોમા પરત સાસરીમાં આવી હતી. જો કે, પહેલાંની જેમ જ સસરાએ ગંદી હરકતો ચાલુ રાખી હતી અને સાસરીયાઓ હેરાન પરેશાન કરતા હતા. જેથી રોમાએ આ અંગે પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. (ઓળખ છુપાવા પાત્રોના નામ બદલ્યાં છે)
રોમા માસિક ધર્મ વખતે પતિને સેનેટરી પેડ લાવવાનું કહેતી હતી પરંતુ પતિ પેડ લઇ આપતા નહીં. આ અંગે સસરાને જાણ થતા સસરા પેડ લઇને રોમાને આપતા હતા. જેથી રોમા સંકોચ અનુભવતી હતી. ઉપરાંત રોમા ગર્ભવતી હતી. ત્યારે તબીબ પાસે પતિ લઇ જતો ન હતો પરંતુ સસરા જ તબીબના ત્યાં લઇ જતા હતા. જેથી રોમા શરમમાં મુકાઇ જતી હતી.

 

(6:41 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • સામાજિક કાર્યકર સ્વ.બાબા આમ્ટેની પુત્રી ડો.શીતલ આમ્ટે એ આત્મહત્યા કરી : આનંદવન ખાતેના નિવાસ સ્થાને ઝેરનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવી લીધું access_time 6:53 pm IST

  • વિશ્વમાં કોરોનાના ૬.૩૦ કરોડથી વધુ કેસઃ ૧૪.૬૪ લાખ લોકોના મોત : વિશ્વમાં ૬,૩૦,પ૩,૦૦૦ કોરોનાના કેસઃ કુલ ૧૪,૬૪,૦૦૦ લોકોના મોતઃ ૪.૩પ કરોડ લોકો સાજા થયા છે છેલ્લા ર૪ કલાકમાં ૪.૯૬ લાખ કેસ આવ્યાઃ ૭ર૧૮ ના મોતઃ ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૧૦૪૬ ટકા તો રિકવરી રેટ ૯૩.૬૮ ટકા છે access_time 11:26 am IST