Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વલસાડના ધમડાચી ગામના અને દાંતીવાડામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિરલ પટેલ ચલણી સિક્કાના ગજબ સંગ્રાહક

નિરલ પટેલે 10 કિલોથી વધુ સિક્કા એકત્ર કર્યા: 30 થી વધુ દેશના ચલણ સાથે અમેરિકા,ઓસ્ટ્રેલિયા,જાપાન,નેપાળ,ભૂટાન અને અરબ દેશના અદભુત સિક્કા ઉપલબ્ધ

( કાર્તિક બાવીસી દ્વારા ) વલસાડના ધમડાચી ગામના પીર ફળિયામાં રહેતા આ નિરલ પટેલ જેઓ હાલ પાલનપુરના દાંતીવાડા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવે છે એમને 15 વર્ષ પહેલા મળેલા 10 પૈસાના સિક્કાઓને લુપ્ત થઇ જતા આજની પેઢી ઓળખી શકે તેવા ઉમદા હેતુથી તેમણે ચલણી સિક્કા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. આજે એમની પાસે 10 કિલોથી વધુ સિક્કાઓ એકત્ર છે


નિરલ પટેલે એકત્ર કરેલા અનેક ચલણી સિક્કાઓમાં 30થી વધુ દેશોનું ચલણ સામેલ છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, નેપાળ, ભૂતાન તેમજ અરબ દેશોના સિક્કાઓ તો ખરા જ સાથે સાથે ભારત દેશના અનેક નેતાઓ અને મહાનુભવોની છબી ધરાવતા સિક્કાઓ પણ તેમના સંગ્રહમાં સામેલ છે. નિરલ પટેલના સિક્કા સંગ્રહ કરવાના શોખમાં તેમના પરિવાર અને તેમના મિત્રો પણ તેમને સહયોગ આપી રહ્યા છે. જ્યારે પણ કોઈ મિત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાએ કે, કોઈ ખૂબ જ જૂનો સિક્કો મળી આવે તો તેઓ નિરલ પટેલનો સંપર્ક કરી એમને સંગ્રહ માટે આપે છે. એટલે કે, તેમના આ કાર્યમાં તેઓ નિરલ પટેલને પ્રોત્સાહન આપી સહયોગ કરી રહ્યા છે

ઈ.સ 1904 થી 1918 સુધીમાં યોજાયેલા પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોએ બ્રિટિશ તરફથી વિશ્વ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું અને આ વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા સૈનિકોને બ્રિટિશ સરકાર તરફથી બહાદુરીનું મેડલ આપવામાં આવ્યું હતું. આ દુર્લભ મેડલ પણ નિરલ પટેલના સંગ્રહમાં સામેલ છે. જેને તેઓ અતિ દુર્લભ હોવાનું માની રહ્યા છે.આમ લુપ્ત થતા જતા ચલણી સિક્કાઓ અને નોટ જે આવનારી પેઢીને ક્યારેય જોવા નહીં મળે એને સંગ્રહ કરીને આવનારી પેઢીને જોવા મળે એવા ઉમદા હેતુથી નિરલ પટેલ નામના મૂળ વલસાડના શિક્ષક એકત્ર કરી રહ્યા છે. આ સિક્કાઓ અને તેમનો આ શોખ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે, લુપ્ત થતા જતા ચલણી સિક્કાઓ માર્કેટમાં શોધીએ ત્યારે મળતા નથી. ત્યારે નિરલ પટેલ જેવા યુવાને કરેલી આ અનોખી પહેલ આજની પેઢી તેમજ આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી થશે

(6:02 pm IST)
  • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST

  • દેશમાં કોરોનાના કેસનો કુલ આંકડો 94 લાખને પાર પહોંચ્યો : મૃત્યુઆંક 1.37 લાખથી વધુ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 37,685 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 94, 30,724 થઇ :એક્ટીવ કેસ 4,46,658 થયા : વધુ 43,590 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,44,751 રિકવર થયા :વધુ 419 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,37,152 થયો access_time 12:08 am IST

  • આજે ગુરૂનાનક જયંતિઃ કોરોના સંક્રમણ ધ્યાને લઇ જાહેર ઉજવણી બંધ : ઘેર ઘેર દીપ પ્રાગટય કરાશે : પ્રસાદ ફુડ પેકેટરૂપે અપાશે : શીખ અને સિંધી સમાજના હૈયે છવાતો ઉમંગ : ગુરૂદ્વારાઓમાં થશે સિમિત સંખ્યામાં પુજા અર્ચના : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પણ દિપાંજલીનું આયોજન : રાજકોટના સદર બજાર ગુરૂદ્વારામાં સાદગીપૂર્ણ થશે ઉજવણી access_time 11:25 am IST