Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સુરતમાં ૨ મિત્રોને ઉછીના આપેલા ૧.૫૦ લાખ પરત ન આપતા લોકડાઉનમાં ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડતા ટેમ્પો ચાલકનો આપઘાત

સુરત : સુરતના ડીંડોલી વિસ્તારમાં પાંચ મહિના પહેલા ટેમ્પો ચાલકે કરેલા આપઘાત કેસમાં બે સામે ગુનો દાખલ કરાયો છે. બે મિત્રોને ઉછીના આપેલા 1.50 લાખ પરત નહીં આપતા લોકડાઉનમાં પરિવાર ચલાવવામાં મુશ્કેલી થતા ટેમ્પોચાલકે આત્મહત્યા કરી હતી. ઉછીનાં આપેલા રૂપિયા પરત નહિ આપતા ટેમ્પો ડ્રાઈવરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

સુરતના ડીંડોલીના નવાગામ વિસ્તારમાં રહેતા અને ટેમ્પોચાલક રાજેન્દ્ર પાટીલે પોતાના પરિચિત એવા લક્ષ્મીચંદ ગીરાશે અને જીતુ મોરેને 1.5 લાખ ઉછીના આપ્યા હતા. લોકડાઉન દરમ્યાન ટેમ્પોનો ધંધો ઠપ થઈ જતા મૃતકે ઉછીના રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.

પરંતુ બંને પરિચિતોએ માત્ર આશ્વાસન આપ્યું હતું, એક તબક્કે ચેક આપ્યા હતા, તે પણ રિટર્ન થતા રાજેન્દ્ર માનસિક તણાવમાં આવી ગયો હતો. મૃતકએ મિત્રને દોઢ લાખ રૂપિયા ચેક પણ બાઉન્સ થતા આર્થિક ભીંસમાં આવી જતા યુવકે આપઘાત કર્યો હતો. તેણે સ્યુસાઇડ નોટ લખી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટનાના 5 મહિના બાદ આરોપી લક્ષ્ણણ ગિરસે પર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે

(5:34 pm IST)