Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બનાસકાંઠા જિલ્લામાં તંત્રની લાપરવાહીના કારણે પાણી પુરવઠાની પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો જથ્થો વેડફાયો

કાંકરેજ:તાલુકાના આકોલી ગામે મહારાજવાસના તળાવ નજીક પસાર થતી પાણી પુરવઠા વિભાગની પાઈપ લાઈનમાં ત્રણ જગ્યાએ પાઈપ તૂટી જતા પાણીની સપ્લાઈ કરતી પાઈપ લાઈનમાં ભંગાણ પડતાં લાખો લીટર પીવામાં પાણીનો સરેઆણ વેડફાટ થતા તળાવ કાંઠે પાણીની નદીઓ વહેવા લાગી હતી. જોકે પાણીના બગાડને રોકવા માટે ગ્રામજનો દ્વારા શિહોરી પાણી પુરવઠા વિભાગની કચેરીએ તેમજ જવાબદાર અધિકારીઓને ફોન મારફતે જાણ કરવામાં આવતા જવાબદાર કોઈ અધિકારી કે કર્મચારીએ ફોન ઉપાડવાની તસ્દી ન લેતા લાખો લીટર પાણી વહી જતા લોકોમાં તંત્રની લાલીયાવાડી સામે રોષ ભભૂકી ઉઠયો હતો. જોકે જિલ્લામાં પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં લોકો પાણીનું જીવની જેમ જતન કરે છે. ત્યારે બીજી બાજુ પાણી પુરવઠા તંત્રની લાપરવાહીના કારણે આકોલીમાં પાઈપ લાઈનમાં ભંગાણ થવાને લઈ લાખો લીટર પાણીનો સરેઆમ બગાડ થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આકોલી ગામે ત્રણ જગ્યાએ તૂટેલી પાઈપ લાઈનનું સમારકામ કરાવીને પાણીનો વ્યય થતો અટકાવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

(5:23 pm IST)