Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ગાંધીનગર: ચિલોડા-હિંમતનગર હાઇવે નજીક પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન લકઝરી બસમાંથી 84 બોટલ દારૂના જથ્થા સાથે બે મુસાફરોને ઝડપી પાડ્યા

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસમાં તપાસ કરતાં વધુ બે મુસાફર વિદેશી દારૂની ૮૪ બોટલ સાથે ઝડપાઈ ગયા હતા. જેમની પાસેથી ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. દારૂ કયાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો તે જાણવા માટે મથામણ હાથ ધરાઈ છે.      

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે પોલીસથી બચવા માટે દારૂની હેરાફેરી કરતાં ખેપિયાઓ એસટી કે ખાનગી બસમાં દારૂની હેરાફેરી કરી રહયા છે. જો કે પોલીસ પણ દારૂના આ જથ્થાને પકડવા માટે અવારનવાર હાઈવેમાર્ગો ઉપર લકઝરી બસોનું ચેકીંગ કરી રહી છે. ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન રાજસ્થાન તરફથી આરજે-૨૦-પીએ-૭૮૦૧ નંબરની લકઝરી બસ આવતાં તેને ઉભી રાખવામાં આવી હતી અને તપાસ કરતાં બે થેલામાંથી વિદેશી દારૂની ૮૪ જેટલી બોટલ મળી આવી હતી. 

(5:21 pm IST)